________________
શ્રી ધર્મજાગરિકા
[૧૪૫] હવે ગુરૂને વંદન કરી કયા ભાગે પચ્ચખાણ લેવું, તે જણાવે છે – ફલ ગુણ ધરીને ચિત્તમાંહે ભાવથી વંદન કરી, ગુરૂ પાસ પ્રત્યાખ્યાન લીજે ચાર ભાંગાને સ્મરી; ગુરૂ જાણ તિમ લેનાર હોવે જાણ એ ભાંગે ખરી, ભગવતી સ્થાનાંગ પ્રત્યાખ્યાન ભાગે વિસ્તરે. ૧૫૩
અર્થ –એવી રીતે વંદનના ફલને તથા ગુણને મનમાં વિચારીને ભાવપૂર્વક ગુરૂને વંદન કરીને પચ્ચખાણના ચાર ભાંગાનું સ્મરણ કરવા પૂર્વક ગુરૂની પાસે પચ્ચખાણ લેવું. પચ્ચખાણ કરાવનાર ગુરૂ જાણ હેય તથા પચ્ચખાણ લેનાર શિષ્યાદિક પણ જાણ હોય એ શુદ્ધ ભાંગે છે. આ પચ્ચ
ખાણનું શ્રી ભગવતીસૂત્રમાં અને શ્રી સ્થાનાંગસૂત્રમાં તથા પ્રત્યાખ્યાન ભાષ્યમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલું છે. ૧૫૩. વિરતિ ફલ અપ્રમાદ જીવન તત્ત્વ એનું જાણીએ, સર્વ મુનિને વંદીને શુભ શર્મ શાતા પૂછીએ; એમ કરતા કર્મ કરી નિર્જરા બહુ પામીએ, પૃચ્છા સફલતા કા નિયમે ગ્લાન આદિતપાસીએ. ૧૫૪
૧ પચ્ચખાણના ૪ ભાંગા આ પ્રમાણે –૧ પચ્ચખાણ કરાવનાર જાણ અને કરનાર જાણ. ૨ કરાવનાર જાણ અને કરનાર અજાણ. ૩ કરાવનાર અજાણુ અને કરનાર જાણ ૪ કરનાર અજાણ અને કરાવનાર પણ અજાણ. આ ચાર ભાંગામાંથી પ્રથમના ત્રણ ભાંગે પ્રત્યાખ્યાન કરવાની અનુજ્ઞા છે. તેમાં ત્રીજા ભાંગા કરતાં બીજો અને બીજાથી પ્રથમ ભાગે ઉત્તમ જાણો.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org