________________
શ્રી ધર્મ જાગરિકા ,
[ ૧૪૩] તેવા શ્રેણિક રાજા પણ તે વખતે જે કાર્ય ન કરી શક્યા તે જીવરક્ષણનું–અમારીનું કાર્ય કલિકાલ સર્વજ્ઞની પદવી મેળવનાર હેમચન્દ્ર સૂરીશ્વરના ઉપદેશથી ગુજરાતના રાજા પરમ શ્રાવક કુમારપાલ મહારાજે હર્ષ પૂર્વક કર્યું. માટે ગુરૂ મહારાજના આશ્રયથી હંમેશાં સુખ પ્રાપ્તિ છે. ૧૫૦.
પચ્ચખાણ કરતાં આદિમાં એવા ગુરૂને વંદીએ, વંદનતણ બહુ ભેદ વંદન ભાષ્યથી અવધારીએ; નીચ ગોત્ર હોવેક્ષણને ઉંચગોત્ર વળી બંધાય એ, ઢીલા બને નિજ કર્મ ફલ એ વંદનાના જાણીએ. ૧૫૧
અર્થ એવી રીતે ગુરૂ મહારાજનું સ્વરૂપ કહ્યું એવા ગુરૂની આગળ પચ્ચખાણ કરતાં પહેલાં વંદન કરવું. તે ગુરૂવંદનના ઘણું લે છે. તે ગુરૂવંદન નામના ભાષ્યથી જાણવા. વંદનથી પૂર્વબદ્ધ નીચ શેત્ર હોય તેને ક્ષય થાય છે તે સાથે વળી નીચ ગોત્રને બંધ અટકે છે અને ઉંચ બેત્ર બંધાય છે. તથા પ્રથમના બાંધેલા પાપ કર્મો પણ ઢીલા પડે છે. પાપકર્મના સ્થિતિ રસ વગેરે ઓછા થાય છે. આવા પ્રકારનું ગુરૂ વંદન કરવાનું ફલ જાણવું. ૧૫૧.
-
--
: ૧ ગુરૂવંદનના મુખ્ય ત્રણ પ્રકાર છે. -૧ ટાવંદન તે બે હાથ જોડી કપાળે લગાડવાથી થાય છે. રથભવંદન તે બે ખમાસમણું દેવાવડે થાય છે. તથા ૩ દ્વાદશાવતવંદન તે ગુરૂને બે વાંદણું દેવાથી થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org