________________
[૧૪]
શ્રી વિજ્યપદ્મસૂરિજી કૃત સાચું સ્વરૂપ સમજાવતા ગુરૂરાજ વિણ તું અન્યને, નરક રક્ષક ના સમજજે એમ કીધું પ્રવચને ગણિ કેશિના સુપસાયથી રાજા પ્રદેશી દેખને, પામ્યા અમરના સ્થાનને ના છોડજે ગુરૂ ચરણને ૧૪૯
અર્થ:–સિદ્ધાન્તમાં પણ કહ્યું છે કે હે જીવ! આત્માનું ખરું સ્વરૂપ સમજાવનાર ગુરૂ મહારાજ વિના બીજા કેઈને નરકથી બચાવનાર તું સમજીશ નહિ. દષ્ટાન્ત તરીકે તું પ્રદેશી રાજાનો વિચાર કરો કે જેઓ કેશી ગણધરના સારા ઉપદેશ રૂપી સાધનથી દુર્ગતિમાં જતા બચી દેવગતિને પામ્યા. માટે ગુરૂરાજની ચરણસેવાને તું છેડીશ નહિ. ૧૪૯ પ્રભુવીરધર્મકથી હતા મતિમતમંત્રી અભયહસ્તે, તે કાલ પણ ન કરી શક્યો જે કાર્ય શ્રેણિક ભૂપ તે; તે જીવ રક્ષણ હેમચંદ્ર સૂરીશના ઉપદેશથી, મે જે કર્યુંજ કુમારપાલે સુખ સદા ગુરૂ શરણથી. ૧૫૦
અર્થ –જેમની આગળ ચરમ તીર્થકર મહાવીર સ્વામી પોતેજ ધર્મકથીધર્મને ઉપદેશ કરનાર હતા. જેમની પાસે અતિશય બુદ્ધિશાળી અભયકુમાર નામના શ્રેષ્ઠ મંત્રીશ્વર હતા
બીજા ગ્રંથમાં પણ ગુરૂ કીધા મેં સર્વે સાથ, ઘરડાં બલદને ઘાલી નાથ ! ધન હરે ને ધોખે ન હરે, એવા ગુરૂ કલ્યાણ શું કરે ? / ૧ છે.
૧ સૂર્યાભનામે દેવ થયા. આને વિસ્તાર શ્રી રાજકીય ઉપાંગમાં કરેલું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org