________________
શ્રી ધર્મજાગરિકા
[૧૪૧] આ જીવને નરકરૂપી ખાણમાં પડતાં ખરું રક્ષણ કરનાર કોણ છે? તે સમજાવે છે – માત પિતા તિમ ભાઈ નારી મિત્ર પુત્રો નાથ તે, જે ગજ સુભટ રથ અશ્વ રાખે તેમ ચાકર વર્ગ તે; પડતાં નરક રૂ૫ ખાણમાં આ જીવનું રક્ષણ કરે, ઈમ કિમ બને? ગુરૂ દેવ સાચા દુખથી રક્ષણ કરે. ૧૪૮
અર્થ–જ્યારે સંકટ આવે ત્યારે જીવને બચાવવાને મા બાપ, ભાઈ, સ્ત્રી, મિત્ર, પુત્ર કેઈ પણ સમર્થ નથી તેએ. આ જીવને નરક રૂપી ખાણમાં પડતાં બચાવવાને સમર્થ નથી. એટલું જ નહિ પરંતુ નાથ એટલે સ્વામી અથવા તે રાજા કે જેની પાસે હાથીઓ, ચોદ્ધાઓ, રથ, ઘેડા વગેરેને હિસાબ નથી તે પણ સમર્થ નથી. વળી ચાકરોને સમૂહ પણ દુઃખથી રક્ષણ કરવાને શક્તિમાન નથી. અને જીવને કર્મને આધીન થયા વિના છુટકે નથી. કુટુંબ પરિવાર માટે બાંધેલાં કર્મ તો તે કરનાર જીવને ભેગવવાનાં છે. અને પાપ કાર્યો કરીને ઉપાર્જેલાં દ્રવ્યમાં તે સર્વ ભાગ પડાવે છે. માટે જીવનું સંકટથી રક્ષણ કરનાર તો ગુરૂ મહારાજ છે. કારણ કે તેઓ જીવને સત્ય ધર્મને ઉપદેશ કરી પાપ કાર્ય કરતાં રોકે છે, અને તે પ્રમાણે વર્તનારને દુર્ગતિમાં જવું પડતું નથી. ૧૪૮.
૧ આ બાબતમાં અખા ભગતે પણ કહ્યું છે કે – - ગુરૂ ગુરૂ નામ ધરાવે સહુ, ગુરૂને ઘેર બેટા ને વહુ;
ગુરૂને ઘેર ઢાંઢા ને ઢોર, અખો કહે આપે વળાવા ને આપે ચર,
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org