________________
[ ૧૪૦ ]
શ્રી વિજયપધ્ધસૂરિજી કૃત
આશ્રય કરનારાઓને પણ તારે છે. તેવા વહાણ સમાન જે નિર્દોષ–ખામી વિનાના–પ્રભુના માર્ગમાં પોતે ચાલે છે. એટલે પ્રભુની આજ્ઞા મુજબ ચાલનારા છે. તેમજ નિઃસ્પૃહ એટલે કઈ પણ જાતની બદલો લેવાની ઈચ્છા વિનાના બનીને બીજાઓને પણ સદુપદેશ વડે તે પ્રભુના માર્ગો ચલાવે છે. તેવા સદ્દગુરૂને આશ્રય કરે, પરંતુ કુગુરૂની પાસે જવું નહિ. ૧૪૬. મિથ્યાત્વને દૂર કરે છે શ્રત રહસ્ય જણાવતા, કારણુસુગતિને મુગતિના પુણ્ય પાપ પ્રકટપ્રકાશતા; આ યોગ્ય કરવા એહ બીજું ભેદ ઈમ પરખાવતા, આદર્શ જીવનને બનાવે તેજ ગુરૂ વિણકેઈના. ૧૪૭
અર્થ –જે ગુરૂ અન્યના મિથ્યાત્વને દૂર કરે છે. વળી જે મૃત એટલે સિદ્ધાન્તના રહસ્યને–સારને જણાવે છે–સમજાવે છે. તથા સદ્ગતિને મેળવવાનું કારણ દાનાદિ પુણ્ય કાર્યો છે, અને નરકાદિ દુર્ગતિનું કારણ હિંસાદિ પાપ કર્યો છે એમ પ્રગટ રીતે જણાવે છે. વળી આ કાર્ય કરવા એગ્ય છે અને આ કાર્ય કરવા ગ્ય નથી એવી રીતે કરવા લાયક અને નહિ કરવા લાયક કાર્યના ભેદની સમજણ આપનાર છે. અને તેવા દયાળુ ગુરૂ મહારાજ ભવ્ય જીવોના જીવનને ચાટલા જેવું ઉજવલ બનાવે છે. આવું ઉત્તમ કાર્ય ઘરબારી ગુરૂઓ કેઈ દિવસ કરી શકે જ નહિ. ૧૪૭.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org