________________
શ્રી ધર્મજાગરિકા
[૧૩૯] ઉત્તમ ગુરૂ દીપક સમા અધ તિમિર દૂર હડાવતા, નાણ કિરિયા મુક્તિપથને સાધતા બતલાવતા; અજ્ઞાન રૂપ તિમિરે બનેલા અંધના જ્ઞાનાંજને, ખુલ્લા કરે છે નયન તેવા ગુરૂ નમીએ પ્રતિદિન. ૧૪૫
અર્થ–ઉત્તમ ગુરૂ મહારાજ દીપક સમાન છે. કારણ કે દીપક પિતાના પ્રકાશથી અંધકારને દૂર કરે છે તેમ ગુરૂ અન્યના અઘ એટલે પાપરૂપી તિમિર–અંધકારને દૂર કરે છે. • વળી જ્ઞાન અને ક્રિયા એ બંને વડે પોતે મોક્ષ માર્ગને સાધે છે અને અન્ય જીવોને પણ મેક્ષ માર્ગ બતાવે છે. માટે જે ગુરૂ અજ્ઞાનરૂપી અંધકારથી આંધળા થયેલા મનુ
ના ચક્ષુઓને જ્ઞાનરૂપી અંજન વડે કરીને (આંજીને) ખુલ્લા કરે છે–દેખતા કરે છે. અથવા અજ્ઞાની અને જ્ઞાન રૂપી ચક્ષુની પ્રાપ્તિ કરાવે છે તેવા ગુરૂ મહારાજને હે જીવ ! દરરોજ નમસ્કાર કરજે. ૧૪પ. નિજ આત્મનું હિત ચાહનારે તેજ ગુરૂને સેવવા, પિતે તરે જે શક્તિ પરને તારવા જિમ હડીઆ નિર્દોષ પ્રભુના માર્ગમાં પોતે ચલંતા અન્યને, નિસ્પૃહ બનીજ ચલાવતા તું ના જઈશ કુગુરૂકને ૧૪૬
અર્થ:–પિતાના આત્માનું ભલું ઈચ્છનારે તે ગુરૂની સેવા કરવી જોઈએ કે જેઓ લાકડાના વહાણ સમાન હોય. જેમ વહાણ પોતે સમુદ્રને વિષે તરે છે અને તે વહાણના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org