________________
[૧૩૮]
શ્રી વિજ્યચંદ્રસૂરિજી કૃત છે. ચારિત્રમાં સ્થીરતા પામે છે. ગુરૂ આજ્ઞાવતી જી ખરાબ બુદ્ધિને દૂર કરે છે. તેમજ ચિત્તને નિર્મલ કરે છે-ચિત્તના પરિણામ નિર્મળ બનાવે છે. ૧૪૩.
- હવે કુગુરૂને ત્યાગ અને સદ્ગુરૂની સેવા કરવાનું કહે છે – શિષ્ય હોવે લાલચુ તિમ હોય ગુરૂ જે લેભિયા, થાય ઠેલમડેલ નરકે બેઉની નિષ્ફલ બન્યા;” બેઉ બૂડે જેમ બાપડા પત્થર તણી જિમ નાવમાં, બેઠેલાના શા હાલ? શુભ ગુરૂ આશરે ભવરાનમાં. ૧૪૪
અથર–જે શિષ્ય લાલચુ હોય તેમજ ગુરૂ પણ લોભી હોય એટલે બંને દીક્ષા લેવાનું પ્રયોજન ચૂકીને પૌગલિક વાંછાઓમાં ફસાએલા હોય તે બંને આત્મસિદ્ધિમાં નિષ્ફળ બને છે અને અંતે નરકાદિ દુર્ગતિમાં ગમન કરનારા થાય છે. એવી રીતે ગુરુ અને શિષ્ય બંને બડે છે સંસારમાં રખડ્યા કરે છે. માટેજ આવા ગુરૂને પત્થરના નાવની એટલે વહાણની ઉપમા આપી છે. કારણ કે પત્થરનું નાવ પોતે બૂડે. છે અને તેમાં બેઠેલાને પણ બુડાડે છે. તેથી પત્થરના વહાણમાં બેઠેલાના જેવી હાલત કુગુરૂની સેવા કરનારની થાય છે. માટે સુગુરૂજ ભવરાનમાં-સંસાર રૂપી અરણ્યમાં આધારભૂત છે. ૧૪૪.
૧. શાસ્ત્રકારે કહ્યું છે કે-fમળાં પાક્ષમિસ્તિस्कृता यांति नरा महत्वम् ॥ अलब्धशाणोत्कषणा नृपाणां, न जातु मौलौ मणयो विशंति ॥ १ ॥
ગુરૂ લેભી ને લાલચુ ચેલા, દેનું નરકમાં ઠેલમઠેલા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org