________________
[૧૩૬]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
પણ કહે તો પણ તે ગુરૂ ઉપર લગાર માત્ર પણ ખીજાઈશ નહિ–ગુ કરીશ નહિ. પરંતુ મનમાં એવું વિચારજે કે મારા પૂજ્ય ગુરૂ મહારાજ મારું ભલુંજ ઈચ્છે છે. વળી ગુરૂ તે માબાપથી પણ અધિક છે. કારણ કે માબાપને તો સ્વાર્થ–પિતાની મતલબ છે, પરંતુ કેઈ પ્રકારના સ્વાર્થ વિનાના ગુરૂ મહારાજ તે મને તારવાને માટે–મારા ભલાને
માટે ઉત્તમ શિખામણ આપે છે. ૧૪૦. રિગને અનુસાર ઓસડ વૈદ્ય આપે રોગીને,
ભૂલને અનુસાર બોલે તાહરા ગુરૂજી તને, રોગીના માતા પિતા દુઃખ દેણ ઓસડ ઘે છતાં, અહિત કર આ વઘ છે ઈમ તે કદી શું બોલતા. ૧૪૧
અર્થ –જેમ વૈદ્ય રંગને અનુસારે દરદીને દવા આપે છે તેમ ગુરૂ મહારાજ પણ તારી જેવી ભૂલ હોય તે પ્રમાણે તને મીઠાં અગર કડવાં વચને વડે શિખામણ આપે છે. શું વૈદ્ય દુઃખદેણ એટલે જે પીવી ન ગમે તેવી કડવી દવા બાળકને આપે તે પણ રેગી બાળકના મા બાપ “આ વૈદ અહિતકર અથવા નુક્સાન કર્તા છે” એવું કદાપિ પણ બેલે છે? અથવા નથી જ બોલતાં. ૧૪૧. આ કેમ શિવગામી બને ઈમ લાગણી જેને ઘણી, મનમાં હશે તે પૂજ્ય ગુરૂને ચાહના નહિ અર્થની; તે છતાં શિક્ષા દીએ કિમ? ઈમ જરૂર વિચારજે, ગુરૂ દેવનો ઉપકાર માની સારગ્રાહી તું થજે. ૧૪૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org