________________
[ ૧૩૪ ]
શ્રી વિજ્યપદ્રસૂરિજીકૃત વૈદ્ય જાણે છે કે અમુક અમુક અપચ્ચ દરદીને નહિ ખાવા | એગ્ય વસ્તુ જેના પ્રત્યે દરદીને ખાસ ભાવ છે તે જે તે વાપરશે તો તેથી તેના રેગો મટવાને બદલે વધશે તે છતાં પણ વૈદ્ય જે તેને તે વસ્તુઓને નિષેધ ન કરે) તે તેથી આખરે રેગીનું મરણ થાય છે. જેથી વૈદ્ય દરદીના લાભને બદલે નુકસાન માટે થાય છે. તેવી જ રીતે જે મનુષ્ય ગુરૂ પ્રત્યે શ્રદ્ધાવાળે છે તેને સારું લગાડવા માટે ગુરૂ ગમે તે કરવાને કહે અને જે તે આત્માને નુકસાનકારક માર્ગે લઈ જાય છે તેવું જાણવા છતાં તેને તે કાર્યોમાંથી કે નહિ તે તે ગુરૂ તેનું (ભક્તનું) આત્મહિત કરી શક્તા નથી. ૧૩૭.
જે ભૂપની છે ભૂલ છતાં દીવાન હાજી હા કરે, તે હિત બગાડે ભૂપનું શું સર્જન એવું કરે ? સત્ય બીનાને જણાવે વૈદ્ય ગુરૂ મંત્રીવરા, જિમહાહાટ હિરા નહિતિમતે જન હિતકર ખરા. ૧૩૮
અર્થ –રાજા અમુક કાર્યમાં ભૂલ કરે છે તેવું જાણવા છતાં પ્રધાન “રાજા નારાજ થશે” એવું માનીને તેમાં હાજી હા કર્યા કરે અને તે કાર્ય કરતા કે નહિ તે તે રાજાના હિતને નુકસાન કરનારે થાય છે. માટે જે સજ્જન પુરૂષ હોય તેઓ શું આ પ્રમાણે કરે? અથવા નજ કરે. માટે જે ઉત્તમ વૈદ્ય, ગુરૂ અને મસ્ત્રી હોય તેઓ તે (સામાને ખોટું લાગતું હોય તે પણ) સત્ય હકીક્તને જણાવે છે. જેમ હાટ હાટ (દુકાને દુકાને) હીરા-ઝવેરાત હોતું નથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org