________________
[૧૩૦ ]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત અર્થાએમ પ્રભુની બે પ્રકારે પૂજા પૂર્ણ કરીને, ત્યાંથી (મંદિરમાંથી) નીકળીને પછી શ્રી ગુરૂ મહારાજને વંદન કરવું જોઈએ. પછી ગુરૂની સાક્ષીએ પચ્ચખાણ કરવું. ગુરૂવંદનમાં પ્રથમ ગુરૂપદ આવેલું છે. તેમાં ગુરૂનું સ્વરૂપ શ્રતમાં– (સિદ્ધાન્તમાં) આ પ્રમાણે કહ્યું છે. શ્રી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં ગુરૂનું સ્વરૂપ વિવિધ પ્રકારના ઘણા ભાગોએ વર્ણવેલું છે. અને તે (હવે પછીની ગાથાઓમાં કહેવાતું) ગુરૂનું વર્ણન ભવ્યજને સંક્ષેપમાં આ પ્રમાણે હૃદયમાં ધારણ કરે-ધારી રાખે. ૧૩ર.
ગુરૂ કેવા હોય તે કહે છે – મિત્રી પ્રમુખ શુભ ભાવનાઓ ચિત્તમાંહે રાખતા, સવિ જીવશાસન રસિક કરવા સર્વદા વળી ચાહતા; ઉત્તર ગુણોને જાળવીને પાંચ મોટા વ્રત ધરે, બેલેન અવગુણ અન્યનાતિમ સહેજ પરગુણઉચ્ચરે ૧૩૩
અર્થ:–જેઓ ત્રિી વગેરે સારી ભાવના પિતાના મનમાં ભાવે છે. વળી જેઓ સર્વ જીવોને શાસનરસિક કરવા એટલે જૈનધર્મમાં રસ લેતા કરવાને હંમેશાં ચાહે છે–ઈચ્છા
૧ ભાવનાઓ એટલે ચિત્તવન અથવા વિચારણું. વિશિષ્ટ ધર્મની અપેક્ષાએ તે ચાર છે– મૈત્રી ભાવના એટલે સર્વ જીવો મારા મિત્ર છે, કઈ મારું દુશ્મન નથી એવી વિચારણા. ૨ પ્રદ ભાવના–પિતાથી અધિક ગુણવંતને જોઈને મનમાં ખૂશી થવું તે. ૩ કારૂણ્ય ભાવના-દુઃખી જીવોને જોઈને મનમાં દયાભાવ રાખવો તે. ૪. માધ્યસ્થ ભાવના-ધર્મહીન તથા પાપી જવાને સમજાવતાં છતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org