________________
[ ૧૨૪]
શ્રી વિજ્યપદ્રસૂરિજીકૃત
પણ જોઈને જે વિભાવાનંદી –(ભવાભિનંદી) જી જરા પણ હર્ષ પામતા નથી તે બાપડાઓ પિતાનાજ કર્મ દેષથી સંસારમાં રીબાયા કરે છે એટલે દુઃખી થાય છે. અને રઝળ્યા કરે છે એટલે ચાર ગતિઓમાં ભમ્યા કરે છે. ૧૨૫. તે ભરત ભૂમિ ભાગ્યશાલી જ્યાં પ્રભુ વિચર્યા તમે, ચારે ગતિના જંતુઓને શાંતિદાયક છે તમે; ઉપજે કમલ કાદવ વિષે જિમ રજ ધરે ના લેપને, ઈમ ભવ વિષે રહેતાં છતાં પ્રભુ ના ધરે રજ લેપને. ૧૨૬
અર્થ – હે પ્રભુ! જ્યાં આપ વિચર્યા છે એટલે જે ભૂમિને આપે આપના ચરણકમલની રજથી પાવન કરેલી છે તે અમારી ભારતભૂમિ પણ ભાગ્યશાળી છે. વળી તમે નરકાદિક ચાર ગતિએના જીવને શાંતિ આપનાર છે. જેમ કમલ કાદવને વિષે ઉત્પન્ન થવા છતાં અને જલથી વૃદ્ધિ પામવા છતાં તે કાદવથી અને પાણીથી જરા પણ લેપાતું નથી તેવી જ રીતે હે પ્રભુ! તમે પણ આ ભવ-સંસારને વિષે રહેલા હતા છતાં પણ તેમાં જરા પણ લેપાયું નથી-આસક્ત થયા નથી. ૧૨૬.
૧ જીવની બે દશા–સ્વભાવદશા અને વિભાવદશા. સ્વભાવ જે પિતાના જ્ઞાનાદિક ગુણ તેને વિષે રમણ કરવું તે સ્વભાવદશા. તેમાં જેમને આનંદ છે તે સ્વભાવાનંદી જાણવા. તેમનાથી ઉલટા કે જેઓ આત્માથી પર જે પુદ્ગલાદિક એટલે શરીર ધન, કુટુંબ, મહેલ, બગીચા
સ્ત્રી વગેરેમાં મમત્વ રાખનારા છે, અને તેમના સંયોગથી સુખ અને વિયેગથી દુઃખ પામનારા તે વિભાવાનંદી જાણવા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org