________________
શ્રી ધર્મ જાગરિકા
[ ૧૨૩ ]
અવસરે ભક્ત જના ગુરૂ મહારાજની સાચવણી થકી એટલે સત્ય ઉપદેશરૂપી આધારવર્ડ શિવાલય એટલે મેાક્ષને પ્રાપ્ત કરે છે. હે પ્રભુ! આપેજ નરકરૂપી ભયંકર કૂવાને વિષે કરૂણારૂપી સારા કઠેડા બનાવેલા છે. તેથી કરીને ભક્ત જનાના દુતિના એટલે નરક તિર્યંચ વગેરે અશુભ ગતિના ભય નાશ પામ્યા છે. ૧૨૪.
સક્લેશ વિ સંહારનારા નિર્વિકારી આપ છે, સ્ત્રી હાસ્ય હેતિ અક્ષમાલા છેડનારા આપ છે; નિરખી વિભાવાનંદ વા જે જરી ના હરખતા, તેઓ બિચારા નિજ તણા દેખે રીમાતા રખડતા. ૧૨૫
અ:હે પ્રભુ ! તમે સર્વ સંકલેશ-સાંસારિક દુ:ખાના નાશ કરનારા છે. વળી આપ નિર્વિકારી એટલે વિકાર રહિત છે. (કારણ કે વિકારના હેતુઓનેાજ આપે નાશ કરેલે છે.) આપે સ્ત્રીને ત્યાગ કર્યો છે કારણ કે તમારા વેદ–વિષયાભિલાષ નાશ પામ્યા છે. અને આપે હાસ્ય-હસવાના પણ ત્યાગ કર્યો છે ( હાસ્ય માહનીય નામનું કર્મ કે જેના ઉદયથી હસવું આવે છે તેના પણ આપે ક્ષય કર્યો છે. ) તેમજ હેતિ-શસ્ત્રને પણ આપે છેાડી દીધેલ છે (કારણ કે આપને કાઇની સાથે શત્રુવટ છેજ નહિ.) વળી અક્ષમાલા--રૂદ્રાક્ષની માલાના પણ તમે ત્યાગ કર્યા છે કારણ કે તમારે કાઈના જાપ કરવાની જરૂરજ રહી નથી. આવા સ્વરૂપવાળા આપને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org