________________
શ્રી ધર્મજાગરિકા
[૧૧૭] હે ધીર! ભવ આધીન તારે તેમ ભવને પાર છે, તેહ પણ આધીન તારે તારવામાં ઢીલ જે તે કિમ? તમારા દાસને તાર્યા વિના છુટકે નથી, જિમતિમ કરો પણ આપને હું છોડવાને કદી નથી. ૧૧૬
અર્થ –હે વૈર્યવાન પ્રભુ! જેમ ભારેકમી એવા અમને આ સંસારમાં રાખવાનું તમારા હાથમાં છે તેમ આ ભવથી પાર ઉતારવાનું પણ તમારા હાથમાં છે, તો મને આ સંસારમાંથી તારવામાં આપ ઢીલ કેમ કરે છે? આ તમારા) ભક્તજનને તાર્યા વિના છુટકેજ નથી. માટે આપ ગમે તેમ કરે પણ હું તમને કદાપિ છોડવાને નથી એનકકી જાણવું. ૧૧૬. માટે કરે ઉદ્ધાર મારે ઢીલ પ્રભુજી ના કરે, કરૂણા કરી વિનયે કરેલી વિનંતિ મુજ સાંભલે, સંતો સુખડની જેહવા જે આપતા નિજ વસ્તુને, મોટાઈ દેવામાં સદા તે જાણમાં છે આપને. ૧૧૭
અર્થ:–તેથી હે પ્રભુ! મારે આ સંસારમાંથી ઉદ્ધાર કરે. આ બાબતમાં ઢીલ કરે નહિ. મારા ઉપર દયા લાવીને વિનયપૂર્વક નમ્રતાથી કરેલી આ મારી વિનતિ–અરજ સાંભળીને ધ્યાનમાં લે. સત્પરૂષે જરૂર સુખડ-ચન્દનના ઝાડની જેવા હોય છે. (સુખડને કાપે, બાળો અગર ઘસે તે પણ તે છેદનાર જોને પણ પિતામાં રહેલી સુગન્ધ આપે છે) જેથી ઉત્તમ પુરૂષે પોતાની પાસેની વસ્તુને આપનારા હાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org