________________
[૧૧૬]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત
અર્થ-કર્મરૂપી શત્રુઓના પંજામાં સપડાએલા એવા આ તમારા સેવકને આ સમયે તેના સપાટામાંથી મૂકાવવાને તમે હંમેશાં શક્તિમાન (સમર્થ) છે. માટે હે પ્રભુ! આ વખતે તમે મારા તરફ લક્ષ આપતા નથી તે શું આપને યોગ્ય છે? હું ખરેખર સત્ય કહું છું કે આવું (મારા તરફ દુર્લક્ષ્ય રાખવું) તે આપ જેવાને ખરેખર વ્યાજબી નથી. ૧૧૪.
સંસાર સાગરને તરેલા પૂજ્ય પ્રભુજી આપને, જોતાં ભાવે વસવા રતિ જરી ના રહે આ દાસને, પણ શું કરું? આ ઘર આંતર શત્રુઓ કનડે મને, તે જુલ્મ અટકાવશેતેનાથ! આવીશ તુજકને. ૧૧૫
અર્થ –હે પ્રભુજી! સંસારરૂપી મહાસાગરમાંથી તરી ગએલા સિદ્ધસ્વરૂપી, કમરહિત એવા આપને જોઈને આ આપના દાસને આ સંસારમાં રહેવા જરા પણ પ્રીતિ નથી. પરંતુ લાચાર છું કે મારાથી સંસારને છોડવાનું કાંઈ થઈ શકતું નથી. કારણ કે આ ભયંકર અંદરના દુશ્મને-રાગ દ્વેષાદિ કષાયે તથા વિષયાદિક મને સતાવી રહ્યા છે. માટે હે નાથ! એ અંદરના શત્રુઓના જુલમને જે અટકાવશે તો હું તમારી પાસે આવીશ. (એટલે જે મારા રાગ દ્વેષાદિ કષાય નાશ પામે તે મારી પણ આપના સરખી સ્થિતિ થાય અથવા મને પણ મોક્ષ પ્રાપ્તિ થાય.) ૧૧૫. . :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org