________________
શ્રી ધર્મજાગરિકા
[૧૧૫]
અર્થ:–હે પ્રભુ! તમે ઉત્તમ ગંધહસ્તી સમાન છે. વળી શ્રતબોધ–સમ્યજ્ઞાન-શ્રુતજ્ઞાનરૂપી ચક્ષુ આપનાર છે. ઉત્તમ ‘ધર્મચકને ધારણ કરનારા તેમજ સર્વ સંકટમાંથી મારા પાયક-રક્ષણ કરનારા છે. હે પ્રભુ! આપ પુરૂ
માં ઉત્તમ છે. તેમજ પુંડરીક કમલ સમાન છે. વળી પુરૂષમાં સિંહ સમાન હે જિનેશ્વર ! આ જગતના પ્રાણુઓને તમારે આધાર છે. ૧૧૩. શત્ર તણા પંઝા વિષે સપડાયેલા આ દાસને, છોડાવવામાં છે સમર્થ સદા તમે આવા ક્ષણે ના થાન આપો હે દયાલું ! ઉચિત તે શું આપને? સાચું કહું છું એમ કરવું ખચિત અઘટિત આપને. ૧૧૪
૧ ગંધહસ્તી–જેમ ગંધહસ્તીની ગંધથી બીજા હાથીઓ દૂર ભાગી જાય છે તેમ આપની આગળથી ઉપદ્રવ અને કર્મરૂપી મદેન્મત્ત હાથીઓ નાશી ગયા છે માટે આપ ગંધહસ્તી સમાન છે.
૨ જેમ ચક્રવર્તી ચક્રરત્ન વડે ચારે દિશાઓમાં જય મેળવે છે. તેમ પ્રભુએ દાનાદિક ચાર પ્રકારના ધર્મના ઉપદેશ વડે જગતના જીવને વશ કર્યા છે માટે પ્રભુને ધર્મચક્રવર્તી કહ્યા છે. આ બાબતને શ્રી ભગવતી–સમવાયાંગ-આવશ્યકસૂત્રાદિ ગ્રંથમાં સારે વિસ્તાર કર્યો છે.
૩. પુંડરીક કમળ–જેમ કમળ કાદવ તથા જલમાંથી અનુક્રમે ઉત્પન્ન થયું અને વધ્યું છે, છતાં તે કાદવ અને જળથી અહારઅલિપ્ત રહે છે, તેમ પ્રભુ પણ સંસારરૂપી કાદવમાંથી ઉત્પન્ન થઈને અને ભેગ રૂપી પાણી વડે વૃદ્ધિ પામ્યા છતા તે (બેઉ)નાથી અલિપ્ત રહે છે. માટે પ્રભુદેવને પુંડરીક કમલ જેવા કહ્યા છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org