________________
[ ૧૧૦ ]
: શ્રી વિજ્યપદ્મસુરિજી કૃત
ધન ભાગ્ય મહારાજ પાવન સંપ મુજ આતમા, * દરિસર્ણ આનંદ હોવે અસંખ્યય પ્રદેશમાં સંસ્કાર ઉચ્ચ વધારનારું ભાવપ્રભુ દેખાડશે, પ્રભુ આપનું દર્શન અમલું મુક્તિ ઠાણ પમાડશે. ૧૦૬
અર્થ:–આપનાં દર્શન થયાં તેથી મારું અહોભાગ્ય હું માનું છું. વળી આજ મારે આત્મા પવિત્ર બન્યું છે. તેમજ આપના દર્શન કરવાથી મારા અસંખ્યાતા પ્રદેશોમાં આનંદ થયે છે. ઉંચ સંસ્કાર વધારનારૂં એવું આપનું દર્શન ભાવપ્રભુને ઓળખાવનારૂં થશે. તથા અમૂલ્ય આપનું દર્શન મને મોક્ષસ્થાનની જરૂર પ્રાપ્તિ કરાવશે. ૧૦૬.
૧ એક જીવના અસંખ્યાત પ્રદેશો હોય છે. દરેક જીવના પ્રદેશની સંખ્યા અસંખ્યાતી છે. અને તે અસંખ્યાતુ દરેકને સરખું છે. ચૌદ રાજલોક (લેકાકાશ)ના પ્રદેશ જે અસંખ્યાત છે તેટલાજ અસંખ્યાતે એક જીવના પ્રદેશ છે.
૨ ભાવપ્રભુ-સાક્ષાત તીર્થકર તે ભાવપ્રભુ જાણવા. પ્રભુના જ નિક્ષેપ આ પ્રમાણે–૧ નામ પ્રભુ એટલે પ્રભુ એવું નામ. ૨ સ્થાપના પ્રભુ એટલે પ્રભુની પ્રતિમા. ૩. દ્રવ્યપ્રભુ એટલે પ્રભુના
જે તીર્થકર થવાના છે વગેરે. આ ભાવપ્રભુ એટલે સાક્ષાત સમોસરણમાં બિરાજમાન તીર્થકર ભગવાન. પ્રભુની સ્થાપના ભાવપ્રભુને ઓળખાવનારી છે. આ બાબત જુઓ સાક્ષિપાઠ ચૈત્યવંદન ભાષ્યને–“નામ વિનામ-વવિધ પુખ વિપિરિમાओ ॥ दवजिणा जिणजीवा-भावजिणा समवसरणत्था ॥ १॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org