________________
શ્રી ધર્મજાગરિકો
[ ૧૦૯ ] મેં સત્ય અનુભવથી કર્યું છે થીર મનને આપમાં, સર્વજ્ઞ પ્રભુજી તેહ સઘળું આપની છે જાણમાં. ૧૦૪
અર્થ – હે પ્રભુ! જે આપ મારે તિરસ્કાર કરશે તે મારી દશા કેવી થશે? જેમ કઈ માછલાને પાણીમાંથી કાઢીને થલ–જમીન ઉપર મૂકે અને જેમ તે પાણી વિના તરફડ્યા કરે છે તેવી મારી પણ અવસ્થા થશે. કારણ કે મેં સાચા અનુભવથી સારી રીતે પરીક્ષા કરવા વડે મારા મનને આપના વિષેજ સ્થિર કર્યું છે. આ બધી વાત તમારા જાણવામાં પણ સારી રીતે છે. કારણ કે હે પ્રભુ! તમે તો સર્વજ્ઞ છો (કેવલજ્ઞાન વડે સર્વ જાણનાર છે) તે મારા પરિણામ તો જાણે જ એમાં નવાઈ શી? ૧૦૪.
તુમ ભાનુ સરખાભુવનમાંહિ કમલસમ મન મારું; તુજ બિંબ આજનિહાલતાંઝટચિત્તવિકસે માહરૂ
જીવે અનંતા તુમ બચાવો કિમ મને ન બચાવશે, કેવી દયા આ આપની જાણું ન આપ જણાવશે. ૧૦૫
અર્થ –હે પ્રભુ! તમે પૃથ્વીને વિષે સૂર્ય સમાન છો અને મારું મન કમલ સરખું છે. કારણ કે તમારી પ્રતિમાના દર્શન કરતાં મારું મન તરતજ પ્રફુલ્લિત થાય છે–આનંદી બને છે. હે સ્વામી! તમે અનંતા જીવેને બચાવે છે તે મને એકને શું નહિ બચાવે. આ આપની કેવા પ્રકારની દયા કહેવાય તે હું જાણી શકતો નથી તે આપ તે જણાવશે. ૧૦૫.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org