________________
[ ૧૦૮ ]
શ્રી વિજયપધસૂરિજી કૃત
આરારૂપી પતિતકાલને હોય છે? અથવા આપને વિષે મારી દઢ ભક્તિ પ્રગટ થઈ નથી? કે મારી ભક્તિમાં કાંઈ ખામી છે? ૧૦૨ હું સ્પષ્ટ બેલું તુજ કરે છે આપનું શરણું મને, આ લેક માહે સ્વપ્નમાં પણ ચાહતે નવિ અન્યને; હે નાથ ! મારા પ્રાણના મુજ માત તાત ખરા તમે, મુજ સત્ય જીવિત બંધુ ગુરૂ સામી વલી સાચા તમે. ૧૦૩
અર્થ –હું આપની આગળ સ્પષ્ટ-પ્રગટ રીતે કહું છું કે મને આપનું જ શરણ છે. આ સિવાય મારે કઈ આશયસ્થાન (આશરે) નથી. આ સંસારમાં રહેલે હું સ્વપ્ન પણ અન્ય દેવને ઈચ્છતો નથી (કારણ કે તમેજ સાચા દેવ છે–વીતરાગ છે અને બીજાઓ તે નામનાજ દેવ છે એવી મારી સંપૂર્ણ ખાતરી છે.) હે નાથ ! મારા તમેજ ખરા માતા અને પિતા છે. (જેમ માતા-પિતા પુત્રના રક્ષક છે તેમ તમેજ મારા રક્ષક હોવાથી માબાપ છે) મારા સાચા જીવનબંધુ –ભાઈ પણ તમેજ છે કારણ કે ભાઈની જેમ દુઃખમાં સહાય કરનાર આપજ છે. સત્ય ધર્મને દેખાડે છે, માટે સાચા ગુરૂ પણ તમેજ છે. વળી તમેજ મારા સ્વામી પણ છે (કારણ કે આપ મારું પાલન કરે છે.) ૧૦૩ તરછોડશે જે આપ તે હોશે ગતિ શી માહરી, થલ માંહિ જે ગતિ માછલાની હાલ તે ગતિમાહરી, ઉત્પન્ન થાય તે ભવ્ય જાણવે. એમ શ્રી આચારાંગ સૂત્રની ટીકામાં પૂજ્યશ્રી શીલાંકાચાર્યે કહ્યું છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org