________________
[૨૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત હે પ્રભુ તમે તેમાંના હાસ્યને તે છેટે કર્યો છે-નાશ કર્યો છે. કારણ કે હાસ્ય લાવનારૂં જે હાસ્ય મેહનીય નામનું કર્મ તેને તમે સંપૂર્ણ ક્ષય કર્યો છે. અને હાસ્ય જે રાગનું નિમિત્ત છે તે નિમિત્તને નાશ થવાથી આપનામાંથી રાગ દૂર થાય છે. વળી દ્રષ-વરનું સાધન શસ્ત્ર તે તે તમે તમારી પાસે રાખ્યું જ નથી. તેમજ વિલાસ-વૈભવાદિક તેને તે તમે બાહાથી દૂર કર્યા છે એટલું જ નહિ પણ તમારા ચિત્તમાંએ તેની લાલસા નથી. આ પ્રમાણે હાસ્યાદિ કારણેને નાશ કરવા પૂર્વક તમે રાગ, દ્વેષ, અને મેહને નાશ કર્યો હોવાથી નિરંતર આપને જોઈને–ભક્તિ કરીને હું મારા હૃદયમાં આનંદ પામું છું. ૫. .
તુજમાં રહેલા ગુણ અનંતા કેમ હું બોલી શકું, જડબુદ્ધિ હું છું ભક્તિરાગે કંઈક પણ બોલી શકું; જાણી શકે છે આપ મારા ચિત્ત કેરા ભાવને, ભવભવ પસાથે આપના ગણગુણ તણો મલજે મને. ૯૬
અર્થ:–હે પ્રભુ! તમારામાં અનતાં ગુણો રહેલા છે તે તો હું શી રીતે બોલી શકું. પરંતુ જડ બુદ્ધિવાળે છતાં પણ હું આપ પ્રત્યેના ભક્તિ રાગથી કાંઈક બોલું છું. આપ મારા મનના ભાવને જાણનાર છે. તે છતાં પ્રગટ બોલીને માગું છું કે આપની કૃપાથી ભવોભવ મને તેવા ગુણોને ગણ-સમુદાય મલજે. ૯૬.
આપના ગુણ ગણી શકાય તેમ નથી તે જણાવે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org