________________
શ્રી સમ જાગરિકો
[ ૯૭ ]
પણ તમેજ છે. હું મારા નાથ! તમેજ ભવ્ય વાને ( આ સંસાર સમુદ્રમાંથી) તારનાર છે. તમા ભાવરત્નાના ખજાના છે. આવા પ્રકારના ભાવ લાવીને અમે આ પ્રમાણે કહીએ છીએ કે હું દીનાનાથ! દરરાજ સવારમાં આપનેજ નમ સ્કાર થાએ.’ ૮૪.
ઉત્તમ ગણું હું તેજ મનને જેડુ ધ્યાવે આપને, ઉત્તમ ગણુ તુજ સ્તવન કરવામાં રસિક તે જીભને; ઉત્તમ ગણું તે નયણ નિરખે જે નિરંતર આપને, છે એક સાચી ચાહના મુજ, તાર હવે મને. ૮૫
અર્થ:—હે પ્રભુ! જે મન આપનું ધ્યાન કરે છે તેજ મનને હું ઉત્તમ માનું છું (કારણ કે મન સાંસારિક વાસનાએમાં દેડયા કરનારૂં છે.) જે જીભ તમારા ગુણાનુ સ્તવન કરવામાં રસિક આનદ માનનારી છે તેજ જીભને હું શ્રેષ્ઠ સમજું છું ( કારણ કે જીભને પરિનંદા વગેરેમાં વધારે રસ પડે છે) જે ચક્ષુઓ આપને હંમેશાં જુએ છે તે ચક્ષુઓને હું ઉત્તમ માનુ છું... (કારણ કે અણુસમજી
૧. હીરા માણેક વગેરે ઝવેરાત ઘણું કિમતી હાવાથી તે દ્રવ્યરા કહેવાય છે, કારણ કે તે પૌલિક છે. તે રત્નાને સાચવવા માટે ખજાનામાં રાખવામાં આવે છે. તા પણ તે દ્વારા આત્માનું હિત થતું ... નથી. જ્ઞાન, દર્શીન, ચારિત્રાદિક અનેક ગુણા તે ભાવરા બંને ભવમાં હિતકર જાણવા. કારણ કે તેની કિંમત થઇ શકતી નથી, અને તેજ જીવને મુક્તિ પામવામાં ખરા ઉપયેાગી છે, પ્રભુમાં જ્ઞાનાદિક અનતા ગુણા ભરેલા હેાવાથી પ્રભુને ભાવરત્નાના ભંડાર કહ્યા છે.
''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org