________________
[૯૪]
શ્રી વિજયપધસૂરિજી કૃત એટલે ધ્યાન કરવા યોગ્ય જે પ્રભુદેવના ગુણો તેમાં લયલીન થવાથી ભવ્યજને આત્માની નિર્મલતા-વિશુદ્ધતા પામે છે. વળી પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. કર્મની નિર્ભર કરે છે, માટે આ પ્રમાણે (આગલી ગાથાઓમાં બતાવે છે તે પ્રમાણે તેવા ભાવવાળી) પ્રભુની સ્તવના કરવી જેથી દરેક ભવમાં તેવા ઉત્તમ ગુણોની પ્રાપ્તિ થાય. ૮૦
આ ૮૧ મી ગાથાથી ૧૩૧ મી ગાથા સુધી પ્રભુની કેવી રીતે વાસ્તવિક સ્તવના કરવી તે જણાવે છે –
પ્રભ આજ તારા બિંબને જોતાં નયણ સફલા થયા, પાપો બધા દૂરે ગયા તિમ ભાવ નિર્મલ નીપજ્યા; સંસાર રૂપ સમુદ્ર ભાસે ચુલુ સરીખે નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછલે પદ કમલના આશ્રયે. ૮૧
૧. પુષ્ય અને પાપ આશ્રી ચાર ભાંગા થાય છે. નીચે પ્રમાણે –
૧. પુણ્યાનુબંધી પુણ્ય–પ્રથમ બાંધેલ પુણ્ય ભોગવે છે અને સાથે સત્કૃત્યો કરે છે જેથી નવીન પુણ્ય બાંધે છે. જેમ ભરત ચક્રવતી વિગેરે.
૨. પાપાનુબંધી પુણ્ય–પ્રથમ બાંધેલ પુણ્ય ભોગવે છે અને સાથે દુષ્કૃત્યો કરે છે જેથી નવું પાપ બાંધે છે. જેમ સુભ્રમ ચક્રવતી.
૩. પુણ્યાનુબંધી પાપ–પ્રથમ બાંધેલ પાપ ભોગવે છે પણ સાથે સુકૃત્ય કરતે નવીન પુણ્ય બાંધે છે. જેમ પુણ્ય કરનાર દરિદ્ર માણસ.
૪. પાપાનુબંધી પાપ–પ્રથમ બાંધેલ પાપ ભોગવે છે અને દુષ્કર્મો કરતાં નવીન પાપ બાંધે છે. જેમ બિલાડી વગેરે. '
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org