________________
[૨]
શ્રી વિજ્યપદ્રસૂરિજી કૃત ચૈત્યવંદન ભાષ્યમાં મુદ્રાદિ વિધિ દીસે ઘણે, ગુરૂ પાસ જાણું તેમ કરજે ભાવ આણી દીલ ઘણે. ૭૮
અર્થ ઈરિયાવહી સૂત્રથી નામસ્તવ-લેગસ્ટ સુધી પ્રગટ ઉચ્ચ સ્વરે કહીને પાંચે દંડક કહેવા વડે ત્રીજું ઉત્કૃષ્ટ ચૈત્યવંદન જાણવું. આ સંબંધી ચૈત્યવંદન ભાષ્યમાં મુદ્રા વગેરેને ઘણે વિધિ કહે છે. તે સંબંધી વિધિ ગુરૂ પાસેથી જાણુંને મનમાં ઘણે ભાવ લાવીને ચૈત્યવંદન વિગેરે કરજે. એ પ્રમાણે ચિત્યવંદનરૂપ ભાવપૂજા જાણવી. ૭૮.
હવે બે ભેદની વહેંચણી કરે છે – ભાવપૂજન એક મુનિને બેઉ હવે શ્રાદ્ધને, દ્રવ્યની ભજના કહી ભાવાર્ચને સ્મર વ્યાપ્તિને જિમ અનલને ધૂમ કેરી વ્યાપ્તિ ન્યાય વિષે દીસે, એમ સાધન વ્યાપ્તિ વેગે વસ્તુતત્વ હૃદય ઠસે. ૭૯
અર્થ –એવી રીતે દ્રવ્યપૂજા અને અમુક અંશે ભાવપૂજાનું સ્વરૂપ કહ્યું. (આગળ સ્તવના કહેવાની છે, તેમાંથી સાધુ મુનિરાજને એક ભાવપૂજા હોય છે, અને શ્રાવકને દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારની પૂજા હોય છે. ભાવપૂજનને વિષે દ્રવ્યપૂજનની ભજના કહી છે. એટલે ભાવ
૧. પાંચ દંડક–૧ શકસ્તવ=નમુથુલું, ૨. ચૈત્યસ્તવ અરિહંત ચેઈઆણું અને અન્નત્થ, ૩.નામસ્તવ=લેગસ્ટ, ૪. શ્રતસ્તવ=પુખરવર ૫. સિદ્ધસ્તવ=સિદ્ધાણં બુદ્ધાણું. અથવા જે દેવવંદન કરતાં પાંચ વાર નમુથુરું કહેવામાં આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org