________________
શ્રી ધર્મજાગરિકા
,
| [૧]
બને. જેમ શિષ્ય થયા સિવાય ગુરૂ બની જવાની ઈચ્છા તે શું છે? નથી જ. અથવા જેમ શિષ્ય બન્યા સિવાય ગુરૂ થવાતું નથી તેમ પૂજ્યની પૂજા કર્યા સિવાય પૂજનીક થઈ શકતું નથી. માટે જેમ પારસમણિની સેબતથી લેતું તે સોનું બની જાય છે તેમ પારસમણિ સમાન પ્રભુની જે ઉલ્લાસપૂર્વક સેવા ભક્તિ કરે છે તે ભવ્ય જીવો (ભક્ત) પૂજ્યની સોબતથી પૂજનીય બને છે. ૭૬.
દ્રવ્યપૂજાની વિધિ કહીને હવે ચૈત્યવંદનના પ્રકાર જણાવે છે – પૂર્વે કહેલા ક્રમ પ્રમાણે દ્રવ્યપૂજા ઈમ કરી, ત્રીજી નિસિહી કરે વિધિ ચૈત્યવંદનની ખરી; ત્રણ ભેદ તેના પ્રથમ એકલેક સ્તુતિને ઉચ્ચરે, એક દંડક સ્તુતિ કહે એ ભેદ બીજે વિસ્તરે. હડ
અર્થ:–પ્રથમ કહી ગયા એ કમ પ્રમાણે દ્રવ્યપૂજા સંપૂર્ણ થઈ રહે તે વખતે ત્રીજી નિસિહી કહેવી. અને ત્યાર પછી ચૈત્યવંદનની સાચી વિધિ કરે. તે ચૈત્યવંદનના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રભુ આગળ સ્તુતિને એક લેક કહે તે જઘન્ય ચૈત્ય દન જાણવું. બીજા મધ્યમ ચૈત્યવંદનમાં એક દંડક–નમુØણું તથા સ્તુતિ-થેય વિગેરે કહેવું. ૭૭.
આ ગાથામાં ત્રીજા ઉત્કૃષ્ટ ચેત્યવંદનની વિધિ કહે છે – પ્રકટ નાસ્તવ સુધી ઇરિયાવહી આદિ કહી, પાંચ દંડક ચૈત્યવંદન ભેદ ત્રીજે એ અહીં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org