________________
૯૦ ]
શ્રી વિજ્યપદ્ધસૂરિજી કૃત ઉપકાર કરવાના ઇરાદાથી ભવ્ય અને દ્રવ્ય, ગુણ પર્યાયનું સ્વરૂપ સમજાવ્યું. ઘણું જીવોને વૈરાગ્ય દેશના આપીને સંસાર સમુદ્રના પારગામી બનાવ્યા. ધન્ય છે આપના એ પવિત્ર જીવનને. આપના પસાયથી મને તેવી સ્થિતિ પ્રાપ્ત થાય. એવી હું નમ્ર ભાવે વિનંતિ કરું છું.
અને પ્રભુદેવ પર્યકાસને બેઠા હોય અથવા કાઉસગ્ગ ધ્યાને ઉભા હોય, ત્યારે સિદ્ધ સ્વરૂપની વિચારણા કરવી તે આ પ્રમાણે–
હે પ્રભે! આપે શૈલેશી અવસ્થાના પ્રભાવે અઘાતી કર્મોને બાળી નાખ્યા. અને આપ એક સમયમાં સિદ્ધિ પદ પામ્યા. અનાજ વગેરે દ્વારા જે કે શાંતિ મળે છે પણ તે ક્ષણિક છે અને આપને જે શાંતિ મળી છે. તે કાયમની છે. કર્મરૂપી બીજના અભાવે હવે આપને જન્માદિની વિડંબના રૂપ અંકુરે પ્રકટ થશે જ નહિ. આપના પસાયથી હું તેવી સ્થિતિ પામું. એજ મારી તીવ્ર ઈચ્છા હાલ વર્તે છે. ૭૫.
- હવે ગ્રંથકાર પ્રભુપૂજાની આવશ્યકતા અને ફલ જણાવે છે – પૂજનિક બને એકેમ? ન કરે જેહ પૂજા પૂજ્યની, ચેલા થયા વિણ શું ઉચિત? અભિલાષગુરુ બનવાતણી; પારસમણિના સંગથી જિમ લેહ સોનું સંપજે, પૂજ્ય જેવા તિમ બને તે જેહ રંગે પ્રભુ ભજે. ૭૬
અર્થ –જે મનુષ્ય પૂજ્ય-અરિહંતાદિકની પૂજા ન કરે તે પૂજનીય-પૂજવા ગ્ય કેવી રીતે બને? અર્થાત નજ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org