________________
શ્રી ધર્મજાગરિકો
[ ૮૯]
તે સિદ્ધાવસ્થા. જે સિદ્ધ ભગવાન નિજરૂપરંગી–પિતાનું સ્વરૂપ જે જ્ઞાનાદિ ગુણો તેમાં લીન હોય છે. અને પરભાવ જે વિભાવદશા–પુદગલાનંદીપણું તેને સંપૂર્ણ રીતે દૂર કરે છે. જુઓ સાક્ષિપાઠ-ચૈત્યવંદન ભાષામાં કહ્યું છે કે–આવિષ્ણ अवत्थतियं-पिंडत्थ पयत्थ रूवरहियत्तं । छउमत्थ केवलितसिद्धत्तं चेव तस्सत्थो ॥१॥ न्हवणच्चगेहि छउमत्थ-वत्थ पडिहारगेहि केवलिअं॥ पलिअं कुस्सग्गेहि य जिणस्स भाविજ સિદ્ધ ૨ / અહીં બીજા લેકથી સમજવાનું એ મલે છે કે–પખાળ કરતી વેળાએ મેરૂ ઉપર જેમ ઇંદ્રાદિક દે પ્રભુનો જન્મોત્સવ કરે છે તે વિચારણા કરવી. ત્યાર બાદ જ્યારે નવ અંગે પૂજા કરી રહીએ, અને પ્રભુને ઘરેણાં (આંગી આદિ) પહેરાવીએ ત્યારે પ્રભુની રાજ્યવસ્થા આ પ્રમાણે ભાવવી—
હે પ્રભે ! આપને વ્યવહાર દષ્ટિએ રાજ્યાદિ સુખના સાધને પૂરેપૂરા હતાં છતાં તેમાં વાસ્તવિક–સ્થિર સુખે છેજ નહિ. તેવું સુખ તે યથાર્થ સંયમની સાધના કરવાથી જ મલે, આવું અવધિજ્ઞાનથી જાણુંને સાચી હૃદયની બાદશાહી અંગીકાર કરીને આપ પવિત્ર સંયમ આરાધવા ઉત્સાહી બન્યા. એ સમય મને કયારે મળશે? તથા શ્રમણુંવસ્થામાં એમ વિચારણા કરવી કે–હે પ્રભે? આપે સમતાભાવે તીવ્ર ઉપસર્ગોને સહન કર્યા–શત્રુ તરફ મૈત્રીભાવની લાગણી દર્શાવી. ઉત્તમ ધ્યાનાગ્નિથી ઘાતી કર્મરૂપી લાકડાને બાળી કેવલજ્ઞાન પામ્યા. તેમજ કેવલિપણાની (પદસ્થ) અવસ્થામાં એમ ભાવવું કે-હે પ્રભે ! આપે કેવલજ્ઞાનથી કોકના ભાવ જાણીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org