________________
' [૮૮]
શ્રી વિજ્યપરિજી કૃત અર્થ–પ્રભુને સ્નાત્ર (પખાલ) કરતી વખતે પ્રભુની જન્માવસ્થા મનમાં ભાવવી. (ઈન્દ્ર મહારાજ પ્રભુના જન્મ વખતે પ્રભુને મેરૂ પર્વત ઉપર લઈ જઈને સ્નાત્ર કરે છે તેની ભાવના ભાવવી) તથા પ્રભુના શરીરને વિષે આંગી કરેલી જેઈને પ્રભુની રાજ્યવસ્થા ભાવવી. લેચવાળું પ્રભુનું મસ્તક જોઈને તથા પ્રભુને માથે લોચ કરેલો અને દાઢી મૂછ રહિત જોઈને (પ્રભુની) મુનિ પણાની અવસ્થા–શ્રમણવસ્થા ભાવવી. એવી રીતે ગની નિશ્ચલતા પૂર્વક પિંડસ્થાવસ્થા અથવા છદ્મસ્થાવસ્થા વિચારવી. ૭૪.
હવે પદસ્થ અને રૂપાતીત અવસ્થા કયારે ભાવવી? તે કહે છે – પ્રાતિહાર્યો આઠ જોઈ પદ અવસ્થા ભાવવી, એજ કેવલિત અવસ્થા અર્થભેદે નહિ નવી રૂપાહીન દશા વિષે સિદ્ધત્વ કેરી ભાવના, નિજરૂપરંગી સિદ્ધ વારક સર્વથા પર ભાવના, ૭૫
અર્થ—અશોકવૃક્ષ વગેરે આઠ પ્રાતિહાર્યો પ્રભુની સાથે વિરાજમાન હોય છે તે જોઈને પદસ્થાવસ્થા ભાવવી. આજ અવસ્થાને કેવલી અવસ્થા પણ કહે છે. બંને નામ જુદાં છે પણ અર્થમાં જુદાપણું નથી. જ્યારે પ્રભુ રૂપરહિત –શરીરનો ત્યાગ કરી રૂપ વિનાના થયા તે વખતની ભાવના
૧. આઠ પ્રાતિહાર્યોનાં નામ –૧. અશેકવૃક્ષ, ૨. સુરપુષ્પવૃષ્ટિ, ૩. દીવ્યધ્વનિ, ૪. ચામર, ૫. આસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. છત્ર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org