________________
શ્રી ધર્મજાગરિકા
[૪૭] ભેદ બીજે જે કરે પ્રભુ રાજ્ય કેરી વિચારણ, ભેદ ત્રીજે જે વિચારે શુભ ગુણો પ્રભુ શ્રમણના. ૭૩
અથર–પિંડ એટલે શરીર તેને આશ્રી જે અવસ્થા તે પહેલી ‘પિંડસ્થાવસ્થા.” અથવા છદ્મસ્થાવસ્થા. પ્રભુને કેવલજ્ઞાન થયા પહેલાની આ અવસ્થા ચોથાથી બારમા ગુણસ્થાનકે હોય. બીજી દેહધારી કેવલજ્ઞાનીને આશ્રીને જે અવસ્થા તે પદસ્થાવસ્થા એટલે કેવલીપણાની અવસ્થા. આ વખતે પ્રભુ કેવલજ્ઞાન થયા પછીથી મેલે નથી ગયા ત્યાં સુધી તેરમા ચૌદમાં ગુણસ્થાનકે વર્તતા હોય છે. “રૂપાતીત” નામની ત્રીજી અવસ્થા એટલે સિદ્ધાવસ્થા. અઠે કર્મ અપાવિને મોક્ષે ગયા તે અવસ્થા. એ પ્રમાણે પ્રભુની ત્રણ અવ
સ્થાઓ જાણવી. તેમાં પહેલી પિડસ્થાવસ્થાના ત્રણ પ્રકાર આ, પ્રમાણે -પ્રભુના જન્મ સમયની વિચારણું તે પહેલી “જન્માવસ્થા” (૧) પ્રભુના રાજ્ય સંબંધી જે વિચારણું તે રાજ્યાવસ્થા” (૨) તેમજ પ્રભુ દીક્ષા ગ્રહણ કરી શ્રમણ થયા તે વખતના ગુણોની જે વિચારણું તે ત્રીજી “શ્રમણવસ્થા” (૩) સાધુપણાની અવસ્થા. ૭૩.
આ ગાથામાં પિંડસ્થ અવસ્થાના ત્રણ ભેદની ભાવનાને સમય બતાવે છે – સ્નાત્રકાલે જન્મ કેરી ભાવના દીલ ભાવવી, આંગી કરેલા નાથ જોઈ રાજ્ય સ્થિતિને ભાવવી; લોચવાળું શીષ આદિ જોઈ મુનિતા ભાવવી, પિંડસ્થના એ ભેદ ભાવ યોગ સ્થિરતા જાળવી. ૩૪
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org