________________
[ ૮૬ ]
શ્રી વિજયપદ્મસૂરિ કૃત
પૂજા કહે છે. આ ત્રણ પ્રકારની પૂજામાંથી રાજસી પૂજા તથા તામસી પૂજા સુલભ-સહેલી છે. આ ત્રણમાં સાત્વિકી ઉત્તમ છે. રાજસી મધ્યમ છે. અને તામસીને સૌથી. હલકી કહીને પડિત પુરૂષો તેને હસી કાઢે છે, એટલે આદર આપતા નથી. અકરણીય ( કરવી ન જોઇએ, એમ ) માને છે. આ ત્રણે પૂજાના સ્વરૂપને જણાવનારા હ્યેાકેા-શ્રી ધર્માંસંગ્રહમાં આ પ્રમાણે જણાવ્યા છે—
सात्त्विकी राजसी भक्तिस्तामसीति त्रिधाऽथवा ॥ जंतोस्तत्तदभिप्रायविशेषादर्हतो भवेत् ॥ १ ॥ अर्हत्सम्यग्गुणश्रणिपरिज्ञानैकपूर्वकम् ॥ अमुञ्चता मनोरंगमुपसर्गेऽपि भूयसि ॥ २ ॥ अर्हत्संबंधि कार्यार्थ - सर्वस्वमपि दित्सुना । भर्व्यागिना महोत्साहात् क्रियते या निरंतरम् ॥ ३॥ भक्तिः शक्त्यनुसारेणनिःस्पृहाशयवृत्तिना ॥ सा सात्त्विकी भवेद भक्तिलेfकद्वयहितावा || ४ || त्रिभिर्विशेषकम् ॥ यदैहिकफलप्राप्तिहेतवे कृतनिश्चया ॥ लोकरंजनवृत्त्यर्थ - राजसी भक्तिरुच्यते ॥ ५ ॥ द्विपदां यत्प्रतीकारभिदे या कृतमत्सरं ॥ दृढाशयं विधीयेत - सा भक्तिस्तामसी भवेत् ॥ ६ ॥ रजस्तमोमयी भक्तिः सुप्रापा सर्वदेहिनाम् ॥ दुर्लभा सात्त्विकी भक्ति:- शिवावधि सुखावहा ॥ ७ ॥ उत्तमा सात्त्विकी भक्ति - मध्यमा राजसी पुनः ॥ નધન્યા તામસી જ્ઞેયા-નાદતા તત્ત્વવૃત્તિમઃ ॥૮॥ અર્થ ઉપર આવી ગયા છે. ૭.
પૂજા કરતાં પ્રભુની ત્રણ અવસ્થા ભાવવી તે જણાવે છે:— પિંડ પદની સિદ્ધ કેરી ત્રણ અવસ્થા ભાવના, પિ’ડસ્થના ત્રણ ભેદ વ્હેલી જન્મ સમય વિચારણા;
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org