________________
શ્રી ધર્મજાગરિકા
- [૧] મીના પિતા) પ્રભુની પૂજા કરે છે એ નિર્ણય કલ્પસૂત્રના વચનથી થાય છે. તથા આનંદ શ્રાવકે કરેલી જિનેશ્વરની પૂજા ઉપાસકસૂત્રમાં કહેલી છે. ૬૬. પૂજ્ય અંધાચારો મુનિરાજ વિદ્યાચાર, જિન બિંબને વાંદે ધરી ઉલ્લાસ ચિત્ત વિષે ઘણો ભગવતીના વીસમા શતકે નવમ ઉદ્દેશમાં, પૂજન દયાનું નામ સાક્ષી દેખ દશમા અંગમાં. ૬૭
અર્થ:– જંઘાચારણ મુનિઓ તથા વિદ્યાચારણ મુનિઓ ચિત્તમાં–મનમાં ઘણો ઉત્સાહ લાવીને જિન પ્રતિ
૧. કલ્પસૂત્ર-દશામૃત સ્કંધનું આઠમું અધ્યયન-કલ્પસૂત્ર નામથી પ્રસિદ્ધ છે. જુઓ પ્રસ્તાવના.
૨. ઉપાસગદશાંગ બાર અંગમાંનું સાતમું અંગ છે. જુઓ પ્રસ્તાવના.
૩-૪. જંઘાચારણ નામની તથા વિદ્યાચારણ નામની લબ્ધિઓ જેમને પ્રાપ્ત થઈ છે એવા મુનિઓ અનુક્રમે અંધાચારણ તથા વિદ્યાચારણ કહેવાય છે. તેમાં જંઘાચરણ લબ્ધિને એ પ્રભાવ છે કે સૂર્યના કિરણનું અવલંબન લઈ એકજ ઉત્પાત (કૂદકે) તેરમા રૂચકવર નામના દ્વીપ સુધી તીછ જઈ શકાય છે. પાછા ફરતાં પ્રથમ ઉત્પાતે નંદીશ્વરે, ત્યાં વીસામે લઈ બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે. વિદ્યાચારણ લબ્ધિવાળા માનુષત્તર પર્વતે તે છ પ્રથમ ઉત્પાતે જાય છે. વિદ્યાચારણ મુનિ વિદ્યાના પ્રભાવથી જાય છે. બીજા ઉત્પાતે આઠમા નંદીશ્વરીપે જાય છે. પણ પાછા ફરતાં એકજ ઉત્પાતે સ્વસ્થાને આવે છે. ઊર્ધ્વગતિએ જતાં જંઘાચારણ એકજ ઉત્પાત મેરના પાંડુકવને જાય છે. પાછી ફરતાં પ્રથમ ઉત્પાતે નંદન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org