________________
[૮૨]
શ્રી વિજયપધસૂરિજી કૃત
માને વંદન કરે છે. એ પ્રમાણે ભગવતી સૂત્રના વીસમાં શતકના નવમાં ઉદ્દેશામાં કહેલું છે. તથા જેઓ પૂજામાં હિંસા માને છે તેમને દશમા અંગની સાક્ષીએ જવાબ આપે છે કે “પૂજન ” એ પણ દયાનું જ (અહિંસાનું) એક નામ છે. અથવા પૂજનનો એક અર્થ દયા પણ કહે છે. દ્રવ્યપૂજામાં કૂવાના દષ્ટાંતે જરૂર લાભની અધિકતા છે, માટેજ શ્રી મહાનિશીથાદિ અનેક ગ્રંથમાં શ્રાવકને અવશ્ય પૂજા કરવી જોઈએ. તે પછીજ આહાર કરે એમ કહ્યું છે. ૬૭.
આ ગાથામાં ભક્તિના ત્રણ પ્રકાર કહે છે –
પૂજક તણું આશય વિશેષે વિચારામૃતસંગ્રહે, સાત્વિકી તિમ રાજસી વળી તેમની ભક્તિ કહે; આસન્નસિદ્ધિક પુણ્યશાલી સાત્વિક પૂજા કરે, ભાવનાના રંગથી તે ભવ વિષે પણ શિવ વરે. ૬૮
વને અને બીજા ઉત્પાતે સ્વસ્થાને આવે છે. અને વિદ્યાચારણ મુનિ પ્રથમ ઉત્પાતે નંદનવન, અને બીજે ઉત્પાતે પાંડુકવનમાં પહોંચે છે. પાછા ફરતાં એકજ ઉત્પાતેજ સ્વસ્થાને આવે છે. અંધાચારણ મુનિઓ જંઘાના બલથી એક જ ઉપાસે ઇચ્છિત સ્થાને પહોંચે છે. પરંતુ પરિશ્રમના કારણે પાછા ફરતાં બે ઉત્પાત થાય છે. વિદ્યાચારણ મુનિઓને વિદ્યાના વણથી જતા હોવાથી અને પ્રથમ અભ્યાસ હોવાથી ઇચ્છિત સ્થળે જતાં વચમાં વિશ્રાન્તિ લેવી પડે છે, તેથી જતાં બે ઉત્પાત કરવા પડે છે. પરંતુ વિદ્યાને વારંવાર સેવનથી વિદ્યા તાજી થતી હોવાથી આવતાં એકજ ઉત્પાત કરવાની જરૂર પડે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org