________________
[ ૭૮]
શ્રી વિજ્યપધસૂરિજી કૃત આદ્રકુમારે પણ આદીશ્વર પ્રભુની પ્રતિમાને હર્ષપૂર્વક જોઈને ચિત્તમાં અવંચકભાવ જાગ્રત થતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રાપ્ત કર્યું. ૬૨.
આ ગાળામાં પ્રતિમાનું માહાત્મ્ય જણાવે છે – શાંતિ પ્રભુના બિંબને એકાગ્રતાથી નિરખતા, વિપ્ર શય્યભવ લહીને બેધ સંયમ પામતા દાન શીલ તપ ભાવ કેરી એક સાથે સાધના, હોવે જ તેને જે કરે ઉલ્લાસથી પ્રભુ પૂજના. ૬૩
અર્થ:–શય્યભવ નામના વિપ્ર-બ્રાહ્મણ જેઓ પછીથી શઐભવસૂરિના નામે પ્રસિદ્ધ થયા તેઓએ સોલમાં શ્રી શાન્તિનાથ જિનેશ્વરની પ્રતિમાને એક ધ્યાનથી જોઈને બેધ–સમક્તિ પામીને સંયમ–ચારિત્ર લીધું. તથા જેઓ ઉલ્લાસથી-પ્રફુલ્લિતપણે પ્રભુની પૂજા કરે છે તેઓને પૂજાના સમયમાં પૂર્વે કહ્યા મુજબ દાન, શીલ તપ અને ભાવ ધર્મની પણ એક સાથે સાધના થાય છે. ૬૩.
૧. અવંચકભાવ-મન વચન કાયાના યુગમાં સરલતા ગર્ભિત પ્રવૃત્તિ. તેના ત્રણ ભેદ છે. ૧. ગાવંચક. ૨. ક્રિયાવંચક. ૩. ફલાવંચક. આ બાબતમાં શ્રી યોગદષ્ટિ સમુચ્ચયમાં વિસ્તારથી કહ્યું છે.
૨. પૂજાની સાથે દાન, શીલ અને તપની સાધના થવાનું કારણ આ પ્રમાણે–દાન એટલે મોહ ત્યાગની ભાવના. પ્રભુની પૂજા વખતે ઉત્તમ જાતિના ચન્દન, બરાસ, પુષ્પ, ફળ, નૈવેદ્ય વગેરેને જે ઉપયોગ છે તે સ્વસત્તાના ત્યાગ ભાવરૂપ દાન જાણવું. શીલ એટલે ઉત્તમ આચાર. પૂજાના ટાઈમે સદાચાર રૂપ બ્રહ્મચર્યની પણ દેશથી આરા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org