________________
શ્રી ધર્મજાગરિકા
[૭] જેમ તે દ્વારા જેનાર લેકને સાચી ગાયનું જ્ઞાન થાય છે. તેથી દર્શક (દેખનાર)ની ભૂખ અને તરસ મટે છે. અને ઈચ્છિત નગરે પહોંચે છે, તેમ ભવ્ય જીવો પ્રભુની પ્રતિમાની પૂજાના સંસ્કારથી સત્યપૂજાના (ભાવ)જિનેશ્વરને ઓળખશે. તેથી ભવ્ય જીવ તેમના દર્શન અને પૂજન વડે પાપપંકપાપરૂપી કાદવને પખાલશે–સાફ કરશે અથવા નાશ કરશે. આજ હેતુથી પ્રતિમા અને પત્થર એક નજ કહેવાય. સરકારી નેટને કાગળ અને સાદા કાગળમાં તથા સ્ત્રી અને માતામાં જેમ તફાવત છે, તે બંને એક નજ મનાય, તેમ અહીં સમજવું. ૬૧.
હવે પ્રભુદેવના દર્શનને અલૈકિક પ્રભાવબતાવે છે – દર્શને જાતિ સ્મરણ આદિ અનેક ફલે કહ્યા, પ્રભુ અષભ કેરા દર્શને શ્રેયાંસ જાતિ સ્મૃતિ વય; આદ્રકુંવરે આદિ પ્રભુનું બિંબ હર્ષે દેખતાં, જ્ઞાન સાધ્યું જે અવંચક ભાવ હૃદયે જાગતાં. દર
અથર–વળી પ્રભુના દર્શનથી જાતિસ્મરણ વગેરે ઘણું જાતનાં ફલની પ્રાપ્તિ કહેલી છે. જેમકે શ્રેયાંસકુમારને ૪ષભદેવ પ્રભુના દર્શનથી જાતિસ્મરણની પ્રાપ્તિ થઈ. વળી
૧. જાતિસ્મરણજ્ઞાન–મન વચન કાયાના યોગની એકાગ્રતા વડે થતું પૂર્વ ભનું સ્મરણ. આ જ્ઞાન થવાથી સંજ્ઞી પંચેંદ્રીયના સંખ્યાતા ભવે જાણે છે. આ જ્ઞાન મતિ જ્ઞાનની ધારણાને ભેદ છે. ઉત્કૃષ્ટથી પાછલા નવ ભવોની બીના આથી જાણી શકાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org