________________
[ ૭૬ ]
શ્રી વિજયપદ્મસૂરિજી કૃત
-
હવે જે પ્રતિમા તેા જડ પત્થર છે તેને પૂજવાથી શું ફળ મળવાનું છે ? એવું કહે છે તેમને જવાબ આપે છે:— પત્થર તણી ધેનુ નિરખતા સત્ય ધેનુ દેખશે, ભૂખ તરસ પણ હારશે ને ઈષ્ટ નગરે પહોંચશે; બિના સંસ્કારથી સાચા જિનેશ્વર દેખશે, ભવ્ય દર્શન પૂજનાએ પાપ પંક પખાલશે. ૬૧ અર્થ :— ગાયની આકૃતિવાળી પત્થરની ગાય જોવાથી
→
૧. અહીં ગાયનું દૃષ્ટાંત નીચે પ્રમાણે:—એક માણસ જંગલમાં ચાહ્યા જતા હતા. રસ્તામાં એક ખેડૂતને જમીન ખાતાં પત્થરની ગાય નીકળેલી છે તે જોઇને તે માણસે ખેડુતને પૂછ્યું કે આ શું છે ? ખેડુતે કહ્યું કે આ પત્થરની ગાય છે. ગાયનું નામ ચેાપગું પ્રાણી થાય છે. તેને એ શીગડાં હાય છે. આ તેના આંચળ છે. તેમાંથી દૂધ નીકળે છે. જે પીવાથી ભૂખ અને તરસ મટે છે. આ સાચી ગાયના આકાર છે. ત્યાંથી તે માણસ આગળ ચાલ્યે. રસ્તામાં તેને ભૂખ અને તરસ લાગી છે. એવામાં તેણે સાચી ગાયને ચરતી જોઈ. પત્થરની ગાય જોએલી હાવાથી તેણે તરત ગાયને એળખી. તેના આંચળમાંથી દૂધ પીને તેણે પેાતાની ભૂખ અને તરસ મટાડી. અને તે ઇચ્છિત સ્થળે પહોંચ્યા. જેમ આ માણસને પત્થરની ગાય ( ગાયની આકૃતિ ) જોવાથી સાચી ગાયનું જ્ઞાન થયું તેમ પ્રભુની પ્રતિમા જોવાથી સાચા ભાવ જિનરાજનું જ્ઞાન થાય છે. જો તે માણસે ગાયના આકાર જોયે ન હેાત તેા તે સાચી ગાયને જોવા છતાં તેને એળખત ? નજ આળખત. સાચી ગાય છતાં તેની ભૂખ તરસ મટત? નજ મટત. માટે જેમ તે માણસને ગાયની આકૃતિ સાચી ગાય જાણવામાં નિમિત્ત થઈ તેમ જિનબિંબ પણ સાચા જિનને આળખવાનું કારણ જાણવું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org