________________
શ્રી ધર્મજાગરિકા
[૬૭] પામીને સંયમની સાધના કરીને સિદ્ધિના સુખ પામશે. એમ શુક પક્ષીએ અક્ષતપૂજાના પ્રભાવે (શુક પક્ષીના ભાવથી માંડીને) છદ્દે ભવે મોક્ષપદ મેળવ્યું.
અ
સાતમી નૈવેદ્ય પૂજા કરવાથી હલી રાજાએ સાતમે ભવે મેક્ષ સુખ સ્વાધીન કર્યું. તે બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી:–ભરતક્ષેત્રમાં ક્ષેમા નામે એક નગરી હતી. ત્યાં સૂરસેન નામે રાજા રાજ્ય કરતા હતા. આ નગરીથી થોડેક દૂર શૂન્ય જંગલમાં શ્રી ઋષભ પ્રભુનું મંદિર હતું. ત્યાં બીજા આશાતના કરનારા દુષ્ટ પુરૂષે દાખલ ન થાય, આ ઈરાદાથી એક દેવ સિંહનું રૂપ કરીને ઉભો રહેતો હતો. અહીં નજીકમાં એક નિર્ધન કણબીનું ખેતર હતું. તે અહીં ખેતી કરતા હતા તેવામાં ચારણ મુનીશ્વરના દર્શન થયા. ખેડુત પરમ ઉલ્લાસે તેમને વાંદીને આ પ્રમાણે પ્રશ્ન પૂછવા લાગ્યો કે–હું જન્મથી જ દુખિયે કેમ રહું છું? મુનિરાજે જવાબમાં કહ્યું કે તે પાછલા ભવે મુનિને દાન દીધું નથી. અને પ્રભુની આગળ નૈવેદ્ય ધર્યું નથી, તેથી તારી આવી નિધન અવસ્થા જણાય છે. આ સાંભળીને તે હલીએ (હલ રાખે માટે હલી કહેવાય--ખેડુત) મુનિની પાસે અભિગ્રહ લીધે કે–હું હંમેશાં મારે માટે જે ભેજન આવશે, તેમાંથી શ્રી જિનેશ્વર પ્રભુની પાસે એક પિંડ ધરીશ. અને છતી જોગવાઈએ મુનિરાજને દાન દઈને જમીશ. આ બાબત મુનિએ અનુમોદના કરી. મુનિરાજે વિહાર કર્યો અને ખેડૂત ખેતરમાં ગયે. લીધે નિયમ બાબર પાલતું હતું. હંમેશના નિયમ મુજબ તે એક વખત નૈવેદ્ય પૂજા ભૂલી ગયે, ને ઘણું ભૂખ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org