________________
[૬૮].
શ્રી વિજયપધસૂરિજી કૃત લાગવાથી જ્યાં ખાવાની તૈયારી કરે છે, તેવામાં તે નિયમ યાદ આવ્યું. તેથી નૈવેદ્ય લઈને જ્યાં મંદિરમાં જાય છે ત્યાં તેણે દરવાજાની પાસે સિંહ દીઠે. થોડીવાર વિચારમાં પડ. હિંમત ધરીને મરણની પણ પરવા નહિ રાખીને જ્યાં મંદિરની અંદર દાખલ થાય છે ત્યાં તો સિંહ અદશ્ય થયે. નૈવેદ્ય પૂજા કરીને તે જમવાની તૈયારી કરે છે, તેવામાં પેલો દેવ મુનિનું રૂપ કરી ત્યાં આવ્યું, ત્યારે ખેડુતે ઉલ્લાસથી હરાવ્યું. ફરી ક્ષુલ્લક મુનિનું અને સ્થવિર મુનિનું રૂપ કરી તે આવ્યું, તો પણ તેણે દાન દીધું. આવી લીધેલ નિયમમાં દઢ પ્રીતિ જોઈને તેણે દિવે) મૂલરૂપે પ્રત્યક્ષ થઈને વરદાન દીધું કે તારું દારિદ્રય (નિર્ધનપણું) નાશ પામશે. આ વાતની તેની સ્ત્રીએ અનુમોદના કરી પુણ્યાનુબંધી પુણ્યને બંધ કર્યો.
રાજા સૂરસેનને વિષ્ણશ્રી નામે પુત્રી હતી. તે રાજકુંવરીએ સ્વયંવર મંડપમાં બીજા બધા રાજકુંવરેને છેડીને આ હલી (ખેડુતોને વરમાળા પહેરાવી. એમાં માંહમાંહે ઘણું યુદ્ધ થયું. પણ છેવટે ખેડુતે દેવની સહાયથી વિજયપતાકા મેળવી. રાજાએ ધામધૂમથી લગ્ન મહોત્સવ કર્યો. સાથે સૂરસેન રાજાએ જમાઈને રાજ્યાભિષેક કરી રાજા બનાવ્યું. કારણ કે તે અપુત્રિ હતો. આ બધું નૈવેદ્યપૂજાનો પ્રભાવ જાણીને ખેડુત સપરિવાર વધારે ધર્મારાધન કરવા લાગે. તેમાં નૈવેદ્યપૂજાનો નિયમ પણ કાળજીપૂર્વક પાલે છે. સહાથકદેવ દેવતાઈ આયુષ્ય પૂરું થતાં આ હલીરાજાની વિષ્ણુશ્રો રાણીને કુમુદ નામે પુત્ર થયે. અનુક્રમે તે માટે થયે ત્યારે પરમ શ્રાવક હલી રાજાએ તેને રાજ્ય સેંપીને અંતિમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org