________________
[૬૬]
શ્રી વિજયપદ્રસૂરિજી કૃત
(સૂચના) કરી. જેથી તેઓ પણ તેમ કરવા લાગ્યા. અંતે ચારે પક્ષીઓ પ્રભુની અક્ષત પૂજા કરવાથી બીજે ભવે દેવ લેકની અદ્ધિ પામ્યા. ત્યાંથી ચવીને ચાર પક્ષીઓમાંથી શુક (બે બચ્ચાના બાપ)ને જીવ ત્રીજે ભવે હેમપુર નગરને માલીક હેમપ્રભ રાજા થયે. અને સૂડીને જીવ તેજ રાજાની જયસુંદરી નામે રાણું થઈ. એની શેક (બીજી સૂડી)ને જીવ તેજ રાજાની રતિ નામે રાણું થઈ. પહેલાં (સૂડીના ભવમાં) સપત્ની (શાક)નું ઇંડું સોલ મુહૂર્ત સુધી પોતાના માળામાં રાખ્યું હતું. તેથી ગાઢ પાપ કર્મ બંધાયું. તેના પરિણામે આ ભવમાં રાણી જયસુંદરીને સેલ વર્ષ પર્યત મદનકુમાર પુત્રનો વિયોગ સહે પડયા. આ બીને વિજયચંદ્ર કેવલીના ચરિત્રમાંથી વિસ્તારે જાણવી. મેં ત્યાંથી અહીં ટુંકામાં જણાવી છે. પદયે રાજા હેમપ્રભને કેવલીને સમાગમ થતાં તેણે કેવલી ગુરૂને પૂછયું કે-આવું સુખ મને કયા પુણ્યથી મળ્યું? જવાબમાં શ્રી કેવલી ભગવંતે કહ્યું કે
તમે શુક પક્ષીના ભાવમાં પ્રભુ શ્રી જિનેશ્વર દેવની આગળ ઉલ્લાસથી અક્ષતના ત્રણ પુંજ કર્યા હતા. તેથી જે પુણ્યાનુબંધી પુણ્ય બંધાયું તેના પરિણામે આ રાજ્યગદ્ધિ આદિ સુખ મળ્યું છે. આનાજ પ્રતાપે અહીંથી ત્રીજે ભવે તું મેક્ષ સુખને જરૂર પામીશ” આ સાંભળીને રાજ્યમાં આવીને રાજાએ રતિરાણીના પુત્રને રાજ્ય સંપીને જયસુંદરી અને મદનકુમારની સાથે દીક્ષા ગ્રહણ કરી. ઉલ્લાસથી સાધીને હેમપ્રભ મુનિ (રાજા હેમપ્રભ) મહાશુક દેવામાં ઇંદ્રની ઋદ્ધિ પામ્યા. અવસરે ત્યાંથી આવીને ઉત્તમ નરભવ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org