SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકત ઈતિહાસ સંશોધકો માટે એક નૂતન સમસ્યા ખડી કરે છે. કેમકે ભગવાન શ્રી મહાવીર સ્વામીના વિહાર ક્રમમાં મારવાડ કે ગુજરાત તરફ તેમના આવવાનો ક્યાંય પણ ઉલ્લેખ મળતો નથી. એથી આ વિષયના ઈતિહાસવિદ જ આનું નિરાકરણ આપે એ જ વધુ યોગ્ય ગણાય. જૈનોના ચૂર્ણ ગ્રંથોથી જણાય છે કે વિક્રમની પહેલી શતાબ્દીમાં હયાત વજ સ્વામીએ શ્રીમાલ તરફ વિહાર કર્યો હતો. સંભવ છે કે એ જ સમયે અહીં જેનોનું પવિત્ર યાત્રાસ્થાન હોય. એ જેન પટ્ટાવલીની નોંધમાંથી જણાય છે કે શ્રી માલ નગરના રાજવીથી અસંતુષ્ટ થયેલા રાજકુમાર સુંદર અને મંત્રી ઉહડે શ્રી રત્નપ્રભ સૂરિ (વીર નિવણ સં. ૭૦) ના સમયમાં ઓસીયા નગર વસાવ્યું જેમાં શ્રીમાલના અનેક શ્રાવક કુટુંબો આવીને વસ્યા. બીજા મતે શ્રીમાલના રાજા દેશલે જ્યારે મોટા ઘનાદ્રોને જ પોતાના નગરના કિલ્લામાં રહેવાની પરવાનગી આપી ત્યારે બાકીના લોકોએ રાજાથી અસંતુષ્ટ થઈને દેશલના પુત્ર જયચંદ્રની આગેવાની હેઠળ વિ. સં. રર૩ લગભગમાં આ નગરમાંથી ઉચાળા ભરી બીજે સ્થળે વસવાટ કર્યો. એમના વસવાટનું સ્થળ એ જ ઓસિયાનગર પાછળથી ખૂબ પ્રસિદ્ધિને પામ્યું. આ અને બીજી હકીકતોના સમન્વયથી એટલું તો નિશ્ચિત છે કે લગભગ બીજા સૈકા સુધી આ શ્રીમાલ (નગ૨) એક સમૃદ્ધિશાળી નગર હતું. વહી વંચા અને વંશાવલીઓ આ નગરની સમૃદ્ધિનું વર્ણન આપતાં નોંધે છે કે એટલા પ્રાચીન કાળમાં આ નગર વીસ ગાઉના ઘેરાવામાં હતું. એને ફરતો મજબૂત કિલ્લો હતો. એ કિલ્લાને ૮૪ દરવાજાઓ હતા એમાં ૮૪ કરોડપતિ શ્રીમંત શ્રાવકો વસતા હતા ઉપરાંત ૬૪ શ્રીમાલ બ્રાહ્મણો અને ૮ પ્રાગ્વાટે બ્રાહ્મણો કરોડપતિ હતા. સેંકડો સૌધ શીખરી મંદિરોથી આ ભૂમિ રમણીય બનેલી હતી. મોટા વિદ્વાનો પૈકી બ્રહ્મગુપ્ત નામના જ્યોતિષી જેમણે ફૂટ આર્ય સિદ્ધાન્તની સં. ૬૮૫ માં રચના અહીં કરી હતી અને લગભગ ૩૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy