SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સતીદાસ, ભાળીશા, હરખાશા, ટોડરમલ, ભોલાશા, દેવાલશા, તારાચંદ, રત્નસી, નરપાળ, જગડૂશા, પાલ્હણસી, ઉદાયન, આમ્ર અરેપાળ, ભેરૂશા, રામાશા, ભારમલ, જગજીવન વગેરે હજારો પ્રસિદ્ધ પુરુષો થયા છે. અમારી શોધખોળમાં અમને જેટલો ઈતિહાસ મળ્યો છે તે અમે આગળના પ્રકરણમાં આપીશું. અને અમે અમારા શ્રીમાળ જ્ઞાતિના અગ્રેસર ભાઈઓને નિવેદન કરીએ છીએ કે આપની જ્ઞાતિના વીર પુરુષોનો જેટલો ઈતિહાસ મળે તે અમને મોકલવાનો પ્રબંધ કરશો તો આગળના પ્રકરણમાં આપવામાં આવશે. આચાર્ય સ્વયંપ્રભસૂરિની પછી વિક્રમની આઠમી શતાબ્દીમાં આચાર્ય શ્રી ઉદયપ્રભસૂરિ થયા. તેઓએ પણ ઘણા લોકોને પ્રતિબોધ કરી શ્રીમાળ જ્ઞાતિમાં વૃદ્ધિ કરી હતી. ઉદયપ્રભસૂરિના પહેલાં શ્રીમાળી જ્ઞાતિ ખૂબ જ ઉન્નતિ ઉપર હતી. આ વિષયમાં ઘણા પ્રમાણો ઉપલબ્ધ છે. પાટ્ટણ (અણહીલવાડ)ની સ્થાપનાના સમયે સેંકડો શ્રીમાળ લોકોને ચન્દ્રાવતી અને ભીનમાળથી આમંત્રણ આપીને ખોલાવવામાં આવ્યા હતા અને પાટણમાં વસાવ્યા હતા. તેઓનાં સંતાન આજ સુધી પાટણમાં નિવાસ કરી રહ્યાં છે. વિશેષ શ્રીમાળ જ્ઞાતિનો ઉલ્લેખ આગળના પ્રકરણોમાં લખવામાં આવશે. શ્રીમાલી જ્ઞાતિના ગોત્ર - હરિયાણ ગોત્રની ઉત્પત્તિ આ ગૌત્રની મુખ્ય બે શાખાઓ છે. એક વૃદ્ધ સજનીય (વીસા) અને બીજી લઘુસજનીય (દશા) અને તેની પેટા શાખાઓ પણ છે, તે આ પ્રમાણે છે. આંબલીયા, મણીયાર, વહોરા, વીંછી, વાડીઆ, સઈસા, ગુણા, કકા, ગ્રંથલીયા અને અન્ના વિગેરે, વિક્રમ સંવત ૭૯૫ માં ભિન્નમાલ નગરમાં શ્રીમાળી જ્ઞાતિના આ ચાર ક્રોડ દ્રવ્યનો ડાલિક શંખ નામે વૈષ્ણવ શેઠ રહેતો હતો. તેને ઉદયપ્રભસૂરિએ પ્રતિબોધી જૈન કર્યો. તેના વંશમાં વિક્રમ સંવત ૧૧૧૧ માં સહસા શાહ નામે શેઠ થયો. તે વખતે ભિન્નમાલ નગરનો મોગલોએ નાશ કરવાથી તે સહસા શાહ ત્યાંથી નાસી થિરાદિ (થરાદમાં) આવેલા અચવાડી ગામમાં આવી વસ્યો. તેના વંશમાં થયેલા મહીપતિના નામના શેઠની જોગિણી નામની પત્નીથી આકા, વાંકા, નાકા, તથા નોકા નામે ચાર પુત્રો થયા. તેમાંથી વાંકાનો પુત્ર કાલા અને તેનેવઈની નામે પુત્ર ઉમટા નામના ગામમાં આવી વસ્યો. ૧૨૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy