________________
-: વીસા શ્રીમાળી જૈન :-
]
પૂ. મારા ગુરુદેવ શ્રી પન્યાસ પ્રવર શ્રી વર્ધમાન સાગરજી મ. સા. ના પૂર્વજોમાં ૧૨ મી પેઢીમાં પ્રસિદ્ધ થયેલ ડુંગરશીભાઈ તેઓશ્રી પોતાના જીવનમાં અનેક ધર્મકાર્યો, સંઘો તથા પ્રદિષ્ઠાદિ કાર્યો કરવાથી તેઓશ્રી ડુંગરશીમાંથી દંગાણી તરીકે તેમની અટક પ્રસિદ્ધ થઈ. તે અત્યારે પણ દંગાણી પરિવાર કુવાળા રવેલમાં (ઉ. ગુ) છે. તેઓ ભીનમાલથી સાંતલપુર આવીને વસેલ અને ત્યાંથી નીકળી રવેલ ગામે આવેલ ત્યાંથી કુવાળા અને કુવાળાથી નીકળી પાટણ આવીને વસેલ છે. અને અત્યારે પાટણથી પણ મુંબઈ ધંધાર્થે જઈ વસેલ છે. પૂજ્ય પન્યાસશ્રીના સંસારી દાદા શ્રી વાઘજીભાઈ એક ગામમાં આવીને વસેલ ત્યાં એક સમયે એક ઘટના બનેલ. વાઘજીભાઈના ઘરમાં લીંબડાનું એક ઝાડ હતું. તે ઝાડ પર રહેલ એક કાગડાને તે ગામના એક ઠાકરે કાગડાની હત્યા કરી મારી નાખ્યો તે જ વખતે વાઘજીભાઈએ તે ઠાકરને જણાવ્યું કે તું પ્રાયશ્ચિત કર. ઘણું કહ્યું છતાં તેણે પ્રાયશ્ચિત ન કર્યું ત્યારે વાઘજીભાઈએ નિર્ણય કર્યો કે જ્યાં સુધી તું પ્રાયશ્ચિત નહીં કરે ત્યાં સુધી હું આ મકાનમાં નહીં રહું અને હવે પછી જ્યાં જઈશ ત્યાં પણ ભાડાના મકાનમાં રહીશ. આ પ્રમાણે તેઓશ્રીએ પ્રતિજ્ઞા કરી અને તે પ્રતિજ્ઞા તેઓશ્રીએ જીવનપર્યત અખંડ રાખી અને ભાડાના મકાનમાં જ રહ્યા. જે અત્યાર સુધી તેમના સુપુત્ર અમુલખદાસભાઈ પછી ત્યાંથી નીકળી કુવાળા ત્યાંથી નીકળી પાટણ આવીને વસ્યા.
આ છે પૂજ્યશ્રીના સંસારી દાદા શ્રી વાઘજીભાઈનું જીવન વૃત્તાંત.
વિનય સાગર.
૧૨૯
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org