SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન હોવા છતાં પણ બન્ને ધર્મવાળાઓને સમાન દૃષ્ટિથી જોતા હતા. હું આપને બરાબર કહું છું. આપ જો આપની કૂર નીતિનો પ્રયોગ કરશો તો આપના રાજ્યની જે આબાદી છે તે આખર સુધી રહેવી અસંભવ છે. વગેરે ઘણું સમજાવ્યું, પરંતુ સાથમાં બ્રાહ્મણ લોકો પણ રાજાની અનભિજ્ઞતાના બહાને જેનાથી બદલો લેવા ચાહતા હતા. ભીમસેનને રાજગાદી મળી ત્યારથી જ જેનો ઉપ૨ જલમ ગુજારવો પ્રારંભ થઈ ગયો હતો. આજે તો તેઓ જેને લોકો પૂરી તરહથી તંગ આવી ગયા હતા, ત્યારે ચન્દ્રસેનની અધ્યક્ષતામાં જેનોની એક વિરાટ સભા ભરાઈ. તેમાં આ પ્રસ્તાવ પાસ થયો કે બધા જ જેનોએ આ નગરનો ત્યાગ કરી દેવો, વગેરે ! બાદ ચન્દ્રસેન પોતાના દશરથ નામના મંત્રીને સાથે લઈને આબુ તરફ ચાલ્યો ગયો. ત્યાં એક ઉન્નતભૂમિ જોઈ શુભ શુકન - મૂહર્તમાં નગર વસાવવો પ્રારંભ કર્યો. ત્યાર બાદ શ્રીમાળ નગરથી ૭૨,૦૦૦ ઘરો જેમાં ૫,૫૦૦ ઘર અરબાહ્યિ પતિ અને ૧૦,૦૦૦ હજાર ઘરો લગભગ ક્રોડપતિના હતા. તેઓ બઘા પોતાના કુટુંબ-પરિવાર સાથે નૂતન નગરીમાં આવી ગયા. તે નગરીનું નામ ચન્દ્રસેન રાજાના નામ પર ચન્દ્રાવતી રાખી દીધું. પ્રજાની ઠીક ઠીક જમાવટ થયા બાદ ચન્દ્રસેનને ત્યાંના રાજપદ ઉપર અભિષેક કરી દીધો. નગરીની આબાદી એવી રીતે થઈકે ટૂંક સમયમાં નગરી દેવલોક જેવી બની ગઈ. રાજા ચન્દ્રસેનના પુત્ર શિવસેને બાજુમાં જ શિવપુરી નગરી વસાવી દીધી. તે પણ સુંદર આબાદી ઉન્નતિ ઉપર વસી ગઈ. આ બાજુ શ્રીમાળનગરમાં જે શિવોપાસક હતા તે જ લોકો ત્યાં રહી ગયા. નગરની હાલત જોઈને રાજા ભીમસેન વિચારમાં પડી ગયો કે બ્રાહ્મણોના ઘોખામાં આવીને મેં બરાબર નથી કર્યું, મારા રાજ્યની આ હાલત થઈ વગેરે શોચવા લાગ્યો. પરંતુ વહી ગયેલી વાતનો હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? રહી ગયેલા નાગરિકોના માટે શ્રીમાળ નગરના ત્રણ વિભાગ પડયા. તેમાં પહેલા વિભાગમાં ક્રો ડાધિપતિ, બીજામાં લક્ષાધિપતિ અને ત્રીજામાં સાધારણ લોકો એવી રચના કરી શ્રીમાળનગરનું નામ "ભિન્નમાળ” એવું નામ રાખી દીધું. ત્યાં ચંન્દ્રસેને પોતાના નામે ચન્દ્રાવતી નગરીની આબાદી કરી ૧૧૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy