SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ अहिंसा दुःख दावाग्नि प्रवृतेण धनाऽऽवली भवभ्रभिरु जार्तानाम् हिंसा परमोपधीरः ॥ २ ॥ અર્થાતુ અહિંસા સર્વ જીવોનું હિત કરવાવાળી માતા છે. અને અહિંસા જ સંસારરૂ૫ નિર્જન પ્રદેશમાં અમૃતની ખાણ સમાન છે. તથા દુઃખરૂપ દાવાનળને શાંત કરવા માટે વર્ષાઋતુ સમાન છે અને ભવભ્રમણ રૂપ મહારોગથી દુ:ખી જીવોના માટે પરમ ઔષધિ તુલ્ય આવી રીતે અનેક શાસ્ત્રો અને યુક્તિઓ દ્વારા આચાર્યશ્રીએ તેઓ શ્રોતાગણ ઉપ૨ અહિંસા ભગવતીનો એવો જોરદાર પ્રભાવ પાડયો જેથી રાજા અને પ્રજાના હૃદયમાં ધૃણિત એવા યજ્ઞ કર્મ રૂપી મિથ્યા અંધકાર દૂર થઈ ગયો અને અહિંસા ભાવ રૂપી સૂર્યનાં કિરણો પ્રકાશિત થવા લાગ્યાં. - રાજા અને નાગરિકો સૂરિજી મહારાજનું પ્રવચન સાંભળીને ખૂબ જ આનંદિત થયા અને કહેવા લાગ્યા કે ભગવાનું આપનું ફરમાન અક્ષરશ: સાચું છે. અમે લોકો આટલા દિવસથી અજ્ઞાનતાના કીચડમાં ફસ્યા હતા. અમે લોકો હર કામોમાં યજ્ઞ કરવો એ જ ધર્મ અને શાંતિ માનતા હતા. પરંતુ આજે આપશ્રીની દેશનાથી અમને ઠીક જ્ઞાન થયું છે કે પ્રાણીઓને તકલીફ આપવાથી પણ પરભવમાં બદલો આપવો પડે છે. તો પછી પ્રાણીઓનો નાશ કરવો એ ધર્મ નહીં પરંતુ પરમ અધર્મ જ છે. અને પરભવમાં એનો બદલો ચોક્કસ આપવો પડશે. આચાર્યશ્રીએ પોતાની સામે બેઠેલા બ્રાહ્મણોને પૂછ્યું કેમ ભટ્ટજી મહારાજ ! તમારા હૃદયમાં પણ અહિંસા ભગવતીનો કંઈ સંચાર થયો કે નહીં ? કારણ કે મેં પ્રાયઃ કરીને આ૫ના મહર્ષિઓનાં જ વાક્યો આપની સામે રજૂ કર્યા છે. આપના ઉપર જનતા સારો એવો વિશ્વાસ રાખે છે અને આપના સ્વલ્પ સ્વાર્થના કારણે વિશ્વાસ કરવાવાળાઓને અધોગતિના પાત્ર બનાવવું એ એક વિશ્વાસઘાત અને કૃતઘ્નીપણું જ છે. એનાથી આ૫ ખુદ ડૂબો છો અને આપની ઉપર વિશ્વાસ કરવાવાળાઓને પણ ઊડી ખાઈમાં ડૂબાડો છો. અગર ૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy