________________
હિંસાથી ધર્મની ઈચ્છા રાખવા વાળાઓ માટે શાસ્ત્રકારોએ ઠીક જ કહ્યું છે કે
“स कमल वनग्रेर्वासरं भास्वदस्ता दमृतमुरगकृत्रात् साधुवादं विवादात् रुगपम ममजील्जिीवितं कालकूटादभिलपति वधाद् यः प्राणिनां धर्ममिच्छेन ॥"
અર્થાતુ જે પુરુષ પ્રાણીઓના વઘથી ઘર્મની ઈચ્છા કરે છે તે દાવાનળ પાસે કમળની ઈચ્છા બરાબર છે, સૂર્યાસ્ત થયા બાદ સૂર્યની
ઈચ્છા.
વિવાદમાં સાધુવાદ, અજીર્ણથી રોગની શાંતિ અને હળાહળ ઝેરથી જીવવાની ઈચ્છા કરે છે. અર્થાત્ ઉપરોક્ત કલ્પનાઓ કરવી ફોગટ છે. એવી જ રીતે હિંસાથી ધર્મની ઈચ્છા કરવી નિરર્થક છે. કારણ કે પૂર્વના મહર્ષિઓએ સર્વ ધર્મોમાં અહિંસા ઘર્મને અને સર્વ દાનમાં અભયદાનને મહાન માન્યો છે.
न णो प्रदानं न मही प्रदानं नाऽत्र प्रदानं हि तथा प्रदानम् यथा वादन्तीह बुधाः प्रदानं सर्व प्रदानेष्वभय प्रदानम्
અર્થાતુ સર્વ દાનોમાં જેમ અભયદાનને ઉત્તમ માન્યું છે તેમ ગૌદાન, સંપૂર્ણ પૃથ્વીદાન અને અભયદાનને પણ માન્યું છે. હે રાજનું! હિંસા કરવી ઘર્મ નથી પરંતુ શાસ્ત્રકારોએ તો હિંસાને ધર્મ નષ્ટ કરવા વાળી કહી છે.
"धर्मोपघात कस्त्वेष समारंभ स्तव प्रभो । नायं धर्म कृतो यज्ञो नहिं साधर्म उच्यते ॥' (सुगमार्थ)
હે નરનાથ ! અહિંસા ભગવતીને મહિમા મહર્ષિઓએ કેવો બતાવ્યો છે તે પણ આપ જરા શાંતિથી સાંભળો.
"मातेव सर्वभूतानां म हिंसा हितकारीणी अहिंसेव हि संसारमराववृत सारिणिः
૧૧૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org