________________
આપ લોકો જો આપનું કલ્યાણ ચાહતા હો તો વીતરાગ-ઈશ્વર-સર્વસ પ્રણિત શુદ્ધ પવિત્ર અહિંસામય ઘર્મનો સ્વીકાર કરો. જેથી પૂર્વે કરેલાં દુષ્કર્મોથી છૂટી ભવિષ્યમાં આપની સદ્ગતિ થાઓ એવી અમારી હાર્દિક ભાવના છે.
એના અનુસંધાનમાં બ્રાહ્મણોએ કહ્યું કે આપના સર્વજ્ઞ પુરુષોએ કયો ધર્મ બતાવ્યો છે કે જેના દ્વારા આપ અમારું ભલું કરી શકો ? સૂરીશ્વરજીએ કહ્યું કે હે મહાનુભાવો ! ધર્મનું મૂળ સમ્યક્ત (શુદ્ધ શ્રદ્ધા) છે, તે સમ્યત્વે બે પ્રકારે છે : (૧) નિશ્ચય સમ્યક્ત (૨) વ્યવહાર સભ્યસ્વ. જેમાં અત્યારે તો હું વ્યવહાર સમ્યક્ત બાબતમાં જ સંક્ષિપ્તમાં કહું છું. જેમ કે -
"देवत्व श्री जिनेष्ववा मुमुक्षु पुगुरुत्वथी । धर्म धीरार्हता धर्मः, तस्यात् सम्यकत्व दर्शनम् ॥"
દેવ - અરિહંત વીતરાગ સર્વજ્ઞ સકલદોષ વર્જિત કેવલજ્ઞાન દર્શન અર્થાત્ સર્વ ચરાચર પદાર્થોને હાથમાં રહેલા આમળાની જેમ દેખે અને સમજે, જેનું આત્મજ્ઞાન - તત્ત્વજ્ઞાન ખૂબ જ ઉચ્ચ કોટીનું હોય, ૫૨ કલ્યાણાર્થે જેનો પ્રયત્ન હોય, બધા જ જીવો પ્રતિ સમદષ્ટિ હોય, "અહિંસા પરમો ધર્મ” જેનો ખાસ સિદ્ધાંત હોય, ક્રીડા-કુતૂહલ અને વારંવાર અવતાર ધારણ કરવાથી સર્વથા મુક્ત હોય તે જ સાચા દેવ સમજવા.
ગુરુ - અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને નિસ્પૃહતા એવું પાંચમહાવ્રત, પાંચ સમિતિ, તીન ગુણિ, દશ પ્રકારે યતિ ધર્મ સત્તર પ્રકારે સંયમ ઘર્મ, બાર પ્રકારનો તપ ઘર્મ વગેરે શમ-દમ-ગુણયુક્ત ભવ્ય પ્રાણીઓના કલ્યાણ માટે જેમને ખુદનું જીવન અર્પણ કરી દીધું છે તેઓને ગુરુ સમજવા.
ધર્મ - "અહિંસા પરમો ધર્મ” જ ધર્મનું મુખ્ય લક્ષણ છે. એની સાથે ક્ષમા-તપ-દાન-બ્રહ્મચર્ય - દેવ - ગુરુ સંઘની પૂજા, સ્વધર્મીઓની ઉપાસના - ભક્તિ કરવી, જે ધર્મથી કોઈ પણ પ્રાણીઓને તકલીફ ન થાય અને ભવિષ્યમાં સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ થાય એને ધર્મ સમજવો. ત્યાર બાદ સૂરિજીએ મુનિ ઘર્મ પાંચ મહાવ્રત અને શ્રાવક (ગૃહસ્થ)
૧૧૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org