________________
તેઓને છોડી દો અને મારા રાજ્યમાં આ સંદેશો પહોંચાડી દો કે કોઈ પણ સક્સ મારા રાજ્યમાં કોઈ પણ નિ૨પરાધી જીવોને મારશે તે પ્રાણદંડનો ભાગી બનશે. અર્થાત પ્રાણના બદલામાં પ્રાણ આપવો પડશે. રાજા-પ્રજા અહિંસા ભગવતીના પરમ ઉપાસક બની ગયા. આ બાજુ હજારો-લાખો પશુઓ જ યજ્ઞમાં અલિ માટે એકત્રિત કર્યા હતાં તેમને જીવીતદાન મળવાથી તેઓ જતાં જતાં આશીર્વાદ આપી રહ્યા હતા. નગરમાં સ્થાન-સ્થાન ઉપ૨ જૈન ધર્મની અને સૂરીશ્વરજી મહારાજની વાહ વાહ થઈ રહી હતી. પટ્ટાવલીમાં એ જાણવા મળે છે કે તે સમયે કુલ ૯૦,૦૦૦ ઘરોને જૈન બનાવ્યા હતા. સર્વ પ્રથમ આચાર્ય શ્રી સ્વયંપ્રભસૂરિએ જ વર્ણરૂપી જંજીરને તોડીને "મહાજન" સંઘની સ્થાપના કરી હતી. ત્યાર બાદ શ્રીમાળ નગરીના લોકો જુદા જુદા પ્રદેશોમાં જવાથી તેઓને શ્રીમાલવંશી કહેવા લાગ્યા અને એ જ શબ્દ ભવિષ્યમાં જ્ઞાતિના રૂપમાં પ્રચલિત થયો.
શ્રીમાલ નગરના લોકો જૈન ધર્મના તત્ત્વજ્ઞાન અને ક્રિયા સમાચારીના અભ્યાસ માટે સૂરીજીને પ્રાર્થના કરી અને આચાર્યશ્રીએ તેનો સહર્ષ સ્વીકાર કરી અને પોતાના કેટલાક મુનિઓને ત્યાં થોડા સમય માટે રોકાવા માટે આજ્ઞા કરી. તે જ દિવસે સમાચાર મળ્યા કે આબુની પાસે પદ્માવતી નગરીમાં ચૈત્રશુક્લા પૂર્ણિમાના દિવસે અશ્વમેઘ નામનો મહાયજ્ઞ છે, આ સમાચાર સાંભળતા જ શ્રાદ્ધવર્ગ એકત્ર થઈને સાંજના સમયે આચાર્યની પાસે આવ્યો અને વિનંતી કરી કે હે ભગવાન ! આપશ્રીના પવિત્ર આગમનથી હજારો-લાખો પ્રાણીઓને અભયદાન મળ્યું. જે ક્રૂરકર્મી-વ્યભિચારી અને યજ્ઞ અલિદાન જેવા મિથ્યા આચારથી નરકમાં જવાવાળા જીવોને સમ્યગ્ દર્શનની પ્રાપ્તિ થઈ સ્વર્ગ અને મોક્ષનો રસ્તો મળ્યો.
પવિત્ર જૈન ધર્મની ખૂબ જ સારી પ્રભાવના થઈ છે. હે દયાળુ ! કરુણાસિંધુ આપના મહાન ઉપકારનો બદલો આ ભવમાંતો શું પરંતુ ભવોભવમાં પણ દેવાને અમે સર્વથા અસમર્થ છીએ. આપના ચરણકમળની સેવા ઉપાસના અમે લોકો એક ક્ષણ પણ છોડવા નથી માંગતા. પરંતુ આ સમયે એક ખાસ વિનંતી કરવા
Jain Educationa International
૧૦૬
For Personal and Private Use Only
www.jainelibrary.org