SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ચાહીએ છીએ. અને તે એ કે આબુની પાસે પદ્માવતી નગર છે. ત્યાંનો રાજા પદ્મસેન એક દેવીના ઉપદ્રવને શાંત કરવા માટે અશ્વમેઘ નામના યજ્ઞનો પ્રારંભ કર્યો છે. ત્યાં પણ હજારો-લાખો પશુઓને બલિદાન માટે એકત્ર કર્યા છે. કાલે પૂર્ણિમાનો જ યશ છે. અગર આપશ્રીનું કોઈ પણ હિસાબે ત્યાં પધારવું થાય તો જેમ અહીં લાભ થયો એ જ રીતે ત્યાં પણ મોટો ઉપકાર થશે. લાખો જીવોને પ્રાણદાન મળશે અને જૈન ધર્મની ઉન્નતિ થશે. અમને પૂર્ણ વિશ્વાસ છે કે આપશ્રી ત્યાં પધારો તો આ કામમાં જરૂર સફળતા મળશે... વગેરે. ' સૂરિજી મહારાજાએ તેઓ શ્રાવકવર્ગની વિનંતીનો સહર્ષ સ્વીકાર કરીને કહ્યું કે અમે લોકો કાલે સવારે જ પદ્માવતી પહોંચી જઈશું. આ વાત સાંભળીને સંઘે સોચ્યું છે મહાત્માઓના માટે કયું કાર્ય અશક્ય છે ? છતાં પણ "પરોપકારાય શત વિભૂતય” પરંતુ આપણે પણ સૂરિજી મહારાજની સેવામાં સવારે જરૂર પહોંચવું જોઈએ. બધાની સંમતિ થતાં જ તુરંત ગામની સવારીઓ દ્વારા તે જ સમયે રવાના થઈ અને સવારે પદ્માવતી પહોંચી ગયા અને પદમાવતી નગરમાં સ્થાન-સ્થાન પર આ વાત ચર્ચાવા લાગી કે શ્રીમાળ નગરમાં એક જૈન ભિક્ષુકે રાજા-પ્રજાને યજ્ઞ ધર્મથી હટાવી અને જૈન બનાવી દીધા, અને એ ભિક્ષુક અહીં પણ આવવાવાળો છે. આ વાત સાંભળી યજ્ઞાધ્યક્ષકોના મનમાં ભારે ખળભળાટ મચી ગયો અને તેઓ પોતાના પક્ષને મજબૂત કરવાની કોશિશમાં લાગી ગયા! આ બાજુ આચાર્યશ્રી સૂર્યોદય થતાં જ પોતાની મુનિ ક્રિયાઓથી નિવૃત્ત થઈ વિદ્યાબળથી એક મૂહર્ત માત્રમાં પદ્માવતી પહોંચી ગયા. શ્રીમાળ નગરનો શ્રાદ્ધવર્ગ પહેલાંથી જ ત્યાં રાહ જોઈ રહ્યો હતો. આચાર્યશ્રીને ત્યાં પધારતાં જ તેઓ ખૂબ જ ઉત્સાહથી તેઓને સ્વાગત સાથે રાજસભામાં પધારવા માટે વિનંતી કરી. સૂરિજી શ્રાદ્ધવર્ગની સાથે રાજસભામાં પધાર્યા. રાજાએ ખૂબ જ ઉત્સાહથી સત્કારપૂર્વક સૂરિજીને નમસ્કાર કરી અને આસન ગ્રહણ કરવા વિનંતી કરી. સૂરીશ્વરજી મહારાજ પોતાની કાંબલીનું આસન ૧૦૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy