________________
આમ તો દરેક ધર્મવાળાઓ પોત-પોતાના ધર્મને શ્રેષ્ઠ બતાવે છે. પરંતુ બુદ્ધિમાન પુરુષો તો ખુદ પરીક્ષા કરી શકે છે.
यथा चतुर्भिः कनकं परीक्षते निघणच्छेदन तापज्ञाइनैः । तथैव धर्मे विदूषा परीक्षते श्रुतेन शीलेन तपोदयागुणै ।
૧. જેમ કસોટી ઉપર કસવું. ૨. છેદવું. ૩. તપાવવું
એવી રીતે ચાર પ્રકારથી સોનાની પરીક્ષા કરવામાં આવે છે. એ જ રીતે ૧. શાસ્ત્ર ૨. શીલ ૩. તપ અને ૪. દયા આ ચાર પ્રકારોથી બુદ્ધિમાન પુરુષ ઘરમની પરીક્ષા કરી શકે છે.
(૧) જે શાસ્ત્રોમાં પરસ્પર વિરૂદ્ધતા ન હો. "અહિંસા પરમો ધર્મ” ને મુખ્ય પ્રધાન સ્થાન આપવામાં આવ્યું હોય, આત્મ કલ્યાણનું પૂર્ણ રહસ્ય બતાવ્યું હોય. તે શાસ્ત્રનો ધર્મ પ્રમાણિત હોય છે.
(૨) શીલ - જેનું ખાન-પાન, આચાર, વ્યવહાર, બ્રહ્મચર્યાદિ શુદ્ધ હોય તે શીલ પ્રામાણિક માનવામાં આવે છે.
(3) ત૫ - ઈચ્છાનો નિરોધ કરવો મતલબ અન્નાદિનો ત્યાગ કરવો.
(૪) દયા – બધા જ જીવોની સાથે મૈત્રી ભાવના રાખવી.
પરીક્ષાના આ ચારેય સાઘનો ઉપ૨ સૂરીશ્વરજી મહારાજાએ જૈન-જૈનેતર ધર્મની ખૂબ જ સમાલોચનાપૂર્વક વિવેચન કરી સંભળાવ્યું અને જૈન ધર્મના તાત્વિક જ્ઞાનની સાથે મુનિઘર્મ અને શ્રાવકધર્મ તથા સમ્યત્વનું સ્વરૂપ સમજાવ્યું. જે સાંભળીને રાજા અને નાગરિકોનો અંતરપટ્ટ ખૂલી ગયો. જે ચિરકાળથી હૃદયમાં મિથ્યાત્વ ઘૂસ્યું હતું તે એકદમ દૂર થઈ ગયું. રાજાએ કહ્યું કે હે ભગવાન્ મારી આટલી ઉમર વ્યર્થ ગુમાવી દીધી છે એના માટે હું શું કરું?
હે પ્રભો ! હું આજે જૈન ધર્મ સ્વીકારવા તૈયાર થયો છું. સૂરીશ્વરજીએ કહ્યું "જહા સુખમ્” ત્યાર બાદ વિધિ વિધાનની સાથે વાસક્ષેપપૂર્વક રાજા અને પ્રજાને જૈન ધર્મની દીક્ષા આપી. રાજા સમ્યત્વ પામતાં જ પોતાના રાજ્યમાં ફરમાન કાઢયું કે જે યજ્ઞ માટે મંડપ બનાવ્યો છે તેને શીઘ્રતાથી તોડીફોડી નાખો. અને જે હજારો-લાખો પ્રાણીઓને બલિદાન માટે ભેગા કરવામાં આવ્યા હતા
૧૦૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org