SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ हेमतणां तिणि कीधां धारे भिनमाली भयभंजन नाथ મતલબ કે આ મંદિર સં. ૧૬૬૨ માં બંધાયું અને સંવત ૧૬૭૧ માં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું મંદિર પણ તેમાં જ બંધાવવામાં આવ્યું જેમાં મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પરિકરના સંવત - ૧૦૧૧ ની સાલની પ્રાચીન હોવાનું જણાય છે પરંતુ પરિકરમાંની મૂર્તિ એટલી પ્રાચીન જણાતી નથી. ૨. ગાંધીભૂતાના વાસમાં શ્રી શાંતિનાથજી ભ. નું શિખરબંધી જિનાલય પ્રાચીન છે. સંવત ૧૬૩૪ માં શ્રી હીરવિજય સૂરિએ એની પુનઃ પ્રતિષ્ઠા કરેલી છે. આ મંદિરમાં એક ઊભી અને બે બેઠેલી મૂર્તિઓ લગભગ સાતમા સૈકાની જણાય છે. સિવાય ચાર મૂર્તિઓ શ્રાવક - ગૃહસ્થોની પણ છે. ૩. ગાંધી મૂતોના વાસ માં થી પાર્શ્વનાથ ભગવાનનું ઘુમટબં ધ નાનું દેરાસર છે. મૂળ નાયકની ગાદી નીચે આ પ્રકારે લેખ વંચાય છે. संवत १६८३ वर्षे अषाढ वदी ४ गुरौ श्रीमाल वासी सा पेमा खेमा श्री पाबिंब का. प्र. श्री देवसूरिभिः સંવત ૧૬૮૩ના આષાઢ વદ ૪ને ગુરુવારે શ્રીમાલ રહેવાસી શા પેમા અને ખેમા નામના શ્રાવકોએ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને શ્રી વિજયદેવ સૂરિએ પ્રતિષ્ઠા કરી. સંભવત: આ મંદિર સં. ૧૬૮૩ માં બંધાયું હશે. આમાં રહેલી બીજી મૂર્તિઓ લગભગ ૧૫-૧૬મી શતાબ્દીની પ્રતીત છે. ૪. ઉપર્યુક્ત - તે મંદિરના પાસે આવેલા જૂના તપગચ્છના ઉપાશ્રયના ગોખલામાં બદામી વર્ણની એક હાથ ઊંચી શ્રી મહાવીર સ્વામી ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે તેના ઉપર સં. ૧૮મીનો લેખ છે. ૫. બજારમાં આવેલા ગણેશ ચોકમાં શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી નાનું દેરાસર છે. મૂળનાયક શ્રી શાન્તિનાથની બદામી વર્ણની પ્રતિમા ૨ ફૂટ ઊંચી બિરાજમાન છે. અહીં પહેલાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005306
Book TitleShrimali Vansh no Itihas ane Bhinmal Tirth Part 1 ane 2
Original Sutra AuthorN/A
AuthorVardhamansagar
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year
Total Pages152
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy