________________
સમ્યગુદર્શનની દસ રુચિ
૭૯ અર્થ - જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર ઈત્યાદિનવ તને પિતાની સહજ ફુરણાથી એટલે ગુર્વાદિ બીજા કેઈના ઉપદેશ વગર યથાર્થ (ભૂયત્યે=ભૂતાર્થથી જાણે (અહિયા) કે જાતિસ્મરણ જ્ઞાને કરી (સહ સમ્મઈયા સન્મતિ વડે અર્થાત્ જાતિસ્મરણ જ્ઞાને) જાણે તે “નિસર્ગ રુચિ એટલે “કુદરતી રુચિ છે.
દૃષ્ટાંત - આ જ સૂત્રને ૧૯ મા શ્રી મૃગાપુત્રના અધ્યયનમાં, યુવરાજ મૃગાપુત્રે રાજમહેલના ઝરૂખામાં ઊભા ઊભા એક સંયમધારી શીલવંત સાધુને રાજમાર્ગો થઈને જતાં જોયા. સાધુને જોતાંવેંત આ વેશ મેં પહેલાં ક્યાંક જે છે તે મનમાં ઉહાપોહ થયે. આ પ્રકારે ઉહાપોહ (મનમાં એકાગ્રપણે વિચાર આવે તે). થતાં જ
જાતિસ્મરણ જ્ઞાન” (પૂર્વના ભવ જાણીને દેખી શકાય તેવું જ્ઞાન. મતિજ્ઞાનને એક ભેદ છે. મતિની નિર્મળતા થવાથી પ્રગટે છે.) થયું અને પૂર્વમાં એક ભવ પિતે પણ પાંચમહાવ્રત અંગીકાર કરીને આ સાધુની જેમ જ સાધુપણું રૂડા ભાવે પાળેલું ફળસ્વરૂપે દેવલેકમાં દેવ થયો ને ત્યાંથી ચવીને મૃગારાણીના પુત્ર તરીકે મારે જન્મ થયો છે. આ જ્ઞાન થતાં પિતે વૈરાગ્ય પામે છે. માતાપિતા પાસે જઈ સંસારના નરકાદિ ગતિએના દુખે પિતે જે ભોગવી આવેલ છે. તેનું વર્ણન આબેહુબ કરીને, હવે ફરીને આવી દુઃખમય દુર્ગતિઓમાં નથી જવું, માટે મેક્ષદાયી એવી દીક્ષા લેવાની મને રજા આપે. એમ રજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org