SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાદર્શન પપ શ્રદ્ધાપૂર્વક માનવાથી અહંભાવ ટળી જાય છે ને ફરી પાછા સાચા માર્ગે આવી જવાય છે. (૪) સાંશયિક મિથ્યાત્વ – જિનવાણુમાં શંકા કરવી તે. અર્થાત્ જિનેશ્વરે પ્રરૂપેલા નવતત્ત્વાદિ જિન આગમોમાં. તેમની સર્વજ્ઞતા, વીતરાગતા આદિમાં સંદેહ કરવો તે. દેવ-ગુરૂ–ધર્મમાં સંદેહ લાવો તે. આ મિથ્યાત્વથી બચવાને એક જ ઉપાય જિનવચનમાં દઢ શ્રદ્ધા- “તમેવ સચ્ચે નિઃસંકે, જે જિણે હિં પવેઈચં” રૂપ આસ્થા રાખવી તે છે. - (૫) અનાગમિથ્યાત્વ – અણસમજ કે અજ્ઞાન-' પણાથી લાગે તે મિથ્યાવ. આ મિથ્યાત્વ એકેંદ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીને, મન ન હોવાથી સહેજે હોય છે. પણ કેઈ ભવ્ય જીવ સમક્તિથી પતીત. થઈ બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિયમાં ઉપજે તે વખતે તેને “સાસ્વાદન સમતિ લાભે. જેની સ્થિતિ માત્ર છ આવલિકા અર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે નિયમ મિથ્યાત્વી બની જાય છે. વળી કેટલાક સંજ્ઞી પંચેન્દ્રિ છે જેવા કે અસંખ્યાતા પશુ-પક્ષીઓ તથા સંખ્યાતા ભેળા મનુષ્ય પણ છવાદિ નવતત્વમાં કાંઈ સમજતા હોતા નથી. તેવા મનુષ્ય પિતાના ધંધા રોજગારમાં જ, કે પેટનું માંડ પૂરૂ કરવામાં જ પડ્યા હોય છે કે પૈસે ટકે સુખી ભેગોપભોગમાં જ પડયા હોય છે, તે બધાને આ અનાગ મિથ્યાત્વ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy