SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વ સમ્યગ્રદર્શન જ ભવ્ય જીવને નિશ્ચયથી મેક્ષનું કારણ છે તેમ છતાં તે પામવું બહુ દુર્લભ છે એમ શ્રી વીર પ્રભુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન ત્રીજાની પહેલી જ ગાથામાં ફરમાવે છે – ચારિ પરમગાણિ, દુલહાણુહ જનૂણે છે માણસ સુઈ સદા, સંજમમ્મિ ય વીરિયા અર્થ – આ લેકમાં જીવાત્માને ભવસાગરને પાર પામવા માટે ચાર અંગે મળવા પરમ દુર્લભ છે – (૧) મનુષ્યત્વ (૨) સદ્ધર્મનું શ્રવણ (૩) (કેવળી પ્રરૂપિત ધર્મમાર્ગની) શ્રદ્ધા અને (૪) સંયમ અર્થાત્ ચારિત્ર. * તે પ્રશ્ન થશે કે આવું અનંત ઉપકારી હોવા છતાં જીવે તેને કેમ પામી શકતા નથી? સમ્યગ્ગદર્શનને પ્રગટ થતાં રેકનારૂં કારણ કયું છે? જ્ઞાની બતાવે છે - અનાદિકાળનું “મિથ્યાત્વ” એ કારણ છે. ત્યારે મિથ્યાત્વને દૂર કરવા માટે મિથ્યાત્વના સ્વરૂપને પણ બધા પાસાથી જાણવું પડશે. “મિથ્યાત્વનું ” લક્ષણ બતાવતાં સૂત્રકાર કહે છે – Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy